અમદાવાદ,
ખેડુતોના પ્રશ્નો અને પાટીદારોને અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલાં હાર્દિક પટેલને અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. શનિવારે સવારે હાર્દિકની સ્થિતિ નોર્મલ હતી અને તેનું બીપી અને ઓક્સીજન લેવલ કન્ટ્રોલમાં હતું.
જે એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની સારવાર ચાલી રહી છે ત્યાં કોઈ અરાજકતા ન ફેલાય તે માટે હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે હાર્દિકના અલગ અલગ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એલ.એફ.ટી, આર.એફ.ટી, સી.બી.સી, યુરિન, સોનોગ્રાફી, ઈ.સી.જી અને ઇકો ટેસ્ટનો સમાવેશ થાય છે.
હાર્દિક પટેલના ઉપવાસનો આજે 15મો દિવસ છે અને તેને મળવા રાષ્ટ્રીય નેતાઓનો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. હાર્દિકને મળવા હોસ્પિટલમાં જનતા દળ(યુ)ના શરદ યાદવ આવશે. હાર્દિકને મળવા આવતા પહેલાં શરદ યાદવે કહ્યું હતું કે આ યુવાન છોકરો દેશમાં આવી રહેલી આપત્તિઓ સામે લડી રહ્યો છે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે.
Leaving Ahmedabad tomorrow to see Shri Hardik Patel a young boy who is fasting for d last so many days.Its duty of all of us as human beings to support such young people who are fighting for agarian crisis in d country. I pray for his long life & continue to fight for such causes
— Sharad Yadav Memorial (@SharadYadavMP) September 7, 2018
હાર્દિક પટેલની તબિયત લથડી જતાં શુક્રવારે સાંજે અમદાવાદની સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જો કે ત્યાં પ્રાથમિક સારવાર બાદ તે એસજીવીપી હોસ્પિટલમાં શીફ્ટ થયો હતો.
આ દરમિયાન હાર્દિકની માંગણીઓ અંગે સાથે સરકારનું સમાધાન થાય તે કોશિશ શરૂ કરવામાં આવી છે.શુક્રવારે ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ શુક્રવારે હાર્દિક પટેલને મળ્યાં હતા.હાર્દિકને મળ્યા બાદ હવે નરેશ પટેલ પાટીદાર સમાજની બે મુખ્ય સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામના પાટીદારો આગેવાનોને મળીને હાર્દિકની મુખ્ય માંગણીઓ અંગે રજુઆત કરશે તે પછી સરકારને મળી શકે છે.
