જો આપણે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો, આગામી 15 જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ સમય દરમિયાન, નાઇટ કર્ફ્યુ પણ ચાલુ રહેશે. રાતનાં દસ વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી તમામ લોકોએ નાઇટ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે.
બાબા vs મેડિકલ / રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે બ્લેક ડે પ્રોટેસ્ટ
મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરએ જાહેરાત કરી છે કે, હરિયાણામાં તા .7 જૂન સુધી લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. આ સાથે હવે દુકાનો સવારે 9 થી બપોરનાં 3 વાગ્યા સુધી ખુલી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દુકાનદારો ઓડ-ઇવન ફોર્મ્યુલાનું પાલન કરશે. જો આપણે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો, આગામી 15 જૂન સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આ સમય દરમિયાન, નાઇટ કર્ફ્યુ પણ ચાલુ રહેશે. રાતનાં દસ વાગ્યાથી સવારનાં પાંચ વાગ્યા સુધી તમામ લોકોએ નાઇટ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે.
We have decided to extend COVID lockdown till June 7. Shops can now operate from 9 am to 3 pm. Shopkeepers must follow odd-even formula. Educational institutions will remain closed till June 15. Night curfew will continue from 10 pm to 5 am: Haryana CM Manohar Lal Khattar pic.twitter.com/wX3hQzEVF2
— ANI (@ANI) May 30, 2021
વિવાદિત નિવેદન / ઉત્તરાખંડનાં CM તીરથસિંહ રાવતની વધુ એકવાર જીભ લપસી
આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ બાદ હરિયાણા સરકાર પણ કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવનારા બાળકોનાં ઉછેર માટેની યોજના લઈને આવી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું છે કે, “હરિયાણામાં કોરોના રોગચાળાને કારણે અનાથ બાળકોનાં ઉછેર માટે આર્થિક સહાય ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ દ્વારા આપવામાં આવશે.” મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’નો ઉદ્દેશ 18 વર્ષથી નીચેના એવા બાળકો, જેમને કોરોનાનાં કારણે પોતાના માતા અથવા પિતા અથવા માતા-પિતા બન્ને અથવા કાનૂની વાલીઓ ગુમાવી દીધા છે, તેમનુ પુનર્વાસ અને મદદ કરવી છે. આ અંતર્ગત, બિન-સંસ્થાકીય અને સંસ્થાકીય સંભાળમાં બાળકો માટે નાણાકીય મદદ, કિશોરો માટે સંસ્થાકીય સંભાળ અને શિક્ષણ, લગ્ન પર દિકરીઓને મદદ તથા ક્લાસ-8 થી 12 માં બાળકો માટે ટેબલેટ આપવાની પણ જોગવાઈ છે.

