Ahmedabad News : અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના કોઓર્ડીનેટર જીગ્નેશભાઈ પંડ્યા પર હુમલો થતા ચકચાર મચી છે. જેમાં બુકાની ધારી ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો. આ બનાવ રજોડા ગામના પાટીયા પાસે બન્અયો હતો. અજાણ્યા શખ્સોએ તેમની પર હુમલો કર્યો હતો. આ શખ્સોએ છરી અને પાઈપો વડે જીગ્નેશભાઈ પંડ્યા પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત ભાજપના કોઓર્ડીનેટર જીગ્નેશભાઈ પંડ્યાને સારવાર અર્થે બાવળા આરોગ્ય કેન્દ્ર માટે ખસેડાયા હતા.
આ બનાવની જાણ થતા બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાજેતરમાં જ અમદાવાદ જિલ્લા યુવા મોરચા જીગ્નેશભાઈ પંડ્યા દ્વારા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને બાવળામાં છેલ્લા દસ વર્ષથી વિકાસના કામો ન થયા હોવાનો લેટર લખ્યો હતો.
લેટરમાં લોકસભાના સાંસદ અમિત શાહને બાવળામાં વોર્ડ નંબર 1 થી 7 માં પદયાત્રા કે રોડ શો કરવા આમંત્રણ પાઠવ્યું હતું સમગ્ર મામલે બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે કર્યું સરેન્ડર
આ પણ વાંચો:સુરતના તક્ષશિલા અગ્નિકાંડના આરોપીઓને શરતી જામીન,મૃૃતકોના પરિવારને 4 મહિનામાં વળતર ચૂકવવું પડશે
આ પણ વાંચો: કાંકરિયા દુર્ઘટનાના પાંચ વર્ષ પછી સરકારને એમ્યુઝમેન્ટ રાઇડના નિયમો બનાવવાનું યાદ આવ્યું
