Gandhinagar News/ BJP ના મંત્રી ભીખુસિંહ પુત્ર અને પૌત્રની મારામારી મામલે રહ્યા મૌન, ‘જય શ્રી રામ’ કહી રવાના

ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે BJPના મંત્રી ભીખુસિંહ પરમારએ પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન રહ્યા હતા. BJP ના મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહી રવાના થઈ ગયા હતા. અગાઉ મંત્રીના પૌત્રનું નામ BZ કૌભાંડમાં સામે આવ્યું હતું.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : આજે ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે BJP ના મંત્રી ભીખુસિંહ પરમારને મીડિયા દ્વારા  પુત્ર અને પૌત્રની મારામારી મામલે પ્રશ્નો કરાતા મૌનધારણ કરીને જતા રહ્યા હતા. તે મીડિયાથી બચવા BJP ના મંત્રી ભીખુસિંહ પરમાર MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહીને જતાં રહ્યા હતા. તે અગાઉ પણ વિવાદમાં આવી ગયા છે, અગાઉ BJP ના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રનું નામ BZ કૌભાંડમાં સામે આવ્યું હતું. તેથી આ મંત્રી અવારનવાર ચર્ચાસ્પદ રહેતા હોય છે.

મળતી માહિતી અનુસાર, મોડાસા ભાજપના મંત્રી ભીખુસિંહ પરમાર અત્યારે વિવાદમાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ ભીખુસિંહ પરમારના પૌત્રની કેટલાક શખ્સ સાથે મારામારી થઈ હતી. અને આ શખ્સને પાઠ ભણાવવા ભીખુસિંહના પુત્રો પોલીસમાં ફરિયાદ કરવાના બદલે કાયદો હાથમાં લઈને એ યુવાનને ઢોર માર માર્યો હતો. પુત્ર અને પૌત્રની મારામારીની બંને ઘટના CCTVમાં કેદ થયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વીડિયોમાં દેખાય છે કે ભીખુસિંહના પુત્રો એક એક્ટિવા ચાલકને ધોલાઈ કરે છે. ભાજપના મંત્રીના પુત્રનો આ વીડિયો સામે આવ્યા બાદ હોબાળો જોવા મળ્યો હતો. તેમના પુત્રો ખુલ્લેઆમ દાદાગીરી કરતાં જોવા મળ્યા હતા, અને યુવકની ધોલાઈ કરી હતી. હવે જોવાનું એ રહ્યુ કે, પોલીસ આ મામલે શું યોગ્ય કાર્યવાહી કરશે !

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના મંત્રીના પુત્રોની ધોળેદહાડે ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું હતું, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. હવે ગાંધીનગરમાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારનું પુત્ર અને પૌત્રની મારામારી મામલે ભેદી મૌન જોવા મળ્યું. મીડિયાને જવાબ ન આપવો પડે તે માટે તેમણે પ્રવેશદ્વાર બદલી નાખો હતો. ઉલ્લેખનીય છે કે  મારામારીની ઘટનામાં હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઈ નથી. મંત્રી ભીખુસિંહ પરમાર મીડિયાથી બચવા મંત્રી MLA પ્રવેશદ્વાર પહોંચ્યા અને જય શ્રી રામ કહી રવાના થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી