Not Set/ અમદાવાદ: ઈસનપુરમાં મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોનાં ઘટના સ્થળે મોત

અમદાવાદ, અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં આવેલી કોઝી હોટલ નજીક આવેલા એક મકાનમાં ગેસ સિલેન્ડર ફાટતા આગ ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગ પણ લાગી હતી. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આગની ઘટનાની જન થતા ફાયર બ્રિગેડ, એમ્બયુલન્સ અને નારોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી આપને […]

Top Stories Uncategorized

અમદાવાદ,

અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં આવેલી કોઝી હોટલ નજીક આવેલા એક મકાનમાં ગેસ સિલેન્ડર ફાટતા આગ ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગ પણ લાગી હતી. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આગની ઘટનાની જન થતા ફાયર બ્રિગેડ, એમ્બયુલન્સ અને નારોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી

આપને જણાવી દઈએ કે કાટમાળ હટાવતા સમયે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે હજુ સુધી સામે આવ્યું નથી. બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

નારોલ પોલીસ આ મામલાની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તો બ્લાસ્ટને પગલે FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.