ગુજરાત પર કોરોનાનો કહેર અવિરત વધતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાત રોજ રોજ પોતાનો જ કોરોનાનાં નવા સામે આવતા કેસનો રેકોર્ડ તોડતુ જોવામાં આવી રહ્યુું છે. ત્યારે જે જીલ્લો ગુજરાતમાં કોરોનાનાં શરુઆતી કહેરમાં કિલ્લાની જેમ કોરોના સામે ઉભો રહી કોરોનાને પ્રવેશ કરવા ન દેવામાં સફળ રહ્યો હતો, તે જીલ્લાને પણ કોરોનાનાં કહેરમાં પોતાની કિલ્લા બંધી તારતાર થતી જોવામાં આવી રહી છે. જી હા, વાત કરવામાં આવી રહેલી છે અમરેલી શહેર અને જીલ્લાની.
અમરેલી જીલ્લામાં કોરોનાનો કેર યથાવત જોવામાં આવી રહ્યો છે અને આજે પણ બપોર સુધીમાં જીલ્લામાંથી અધધધ 22 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીલ્લામાં કોરાનાનાં કુલ 352 કેસ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધી કોરાનાનાં કારણે જીલ્લામાં 16 લોકોનાં મત પણ નીપજી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
