Gujarat/ ગાંધીનું ગુજરાત દારૂનાં કારણે બદનામ, અહીંથી પોલીસે પકડ્યો વિદેશી દારૂનો જથ્થો

જોરાવરનગર પોલીસે રાજકોટ હાઇવે પરથી બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલા પીકઅપ ડાલામાં સાથે ગીર સોમનાથના બે શખ્સો ઝડપી લીધા હતાં…

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ 

જોરાવરનગર પોલીસે રાજકોટ હાઇવે પરથી બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલા પીકઅપ ડાલામાં સાથે ગીર સોમનાથના બે શખ્સો ઝડપી લીધા હતાં. કાર, દારૂ, મોબાઇલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર, મંગાવનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોરાવરનગર PSI એન.એચ.કુરેશી, હેમદીપ મારવણીયા સહિત સ્ટાફે વઢવાણ બાયપાસ રોડ પરથી દારૂ ભરેલી કાર આવવાની હોવાની બાતમી મળી હતી.

ત્યારે સામેથી આવતી પીકઅપ ડાલનાના ચાલકે કાર રાજકોટ હાઇવે પર ભગાડતાં દોઢ કીલોમીટર મીટર પીછો કરીને ત્રિમંદીર પાસે આંતરી તપાસ કરતા કારમાં ચોરખાનુ બનાવી સંતાડેલી વિદેશી દારૂની 278 બોટલ કિંમત રૂપિયા 86 હજાર ઝડપાઇ હતી. દારૂ સાથે ગીર સોમનાથના નરોત્તમ ભગવાનદાસ લશ્કરી અને ચંદ્રેશ ઉર્ફે ચંદુ રામભાઇ બાલચંદાણીને દારૂ, રૂપિયા 5 લાખની કાર અને 15 હજારના 3 મોબાઇલ સહિત 6,01,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ બન્ને શખ્સોએ રાજસ્થાન – હરીયાણા બોર્ડર પરથી પ્રદીપ થાલોર પાસેથી વિદેશી દારૂ ભર્યો હતો અને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિજય ઉર્ફે ભીમો અગ્રાવતને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરતા પોલીસે ચારેય સામે ગુનો નોંધ્યો છે. આ બન્ને શખ્સો છેક રાજસ્થાન-હરીયાણા બોર્ડથી 700 કીમીની સફર ખેડી આવતા જોરાવરનગરમાં પકડાયા હતા. જયારે હજુ 250 કીમીની મુસાફરી બાકી હતી. આ કાર્યવાહીમાં ચમનલાલ, સાહીલભાઇ સહિતનાઓ જોડાયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો