Not Set/ દ્વારકા : ભગવાન દ્વારકાધીશનાં જન્મદિને ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર, જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

ભગવાન દ્વારકાધીશનાં જન્મદિવસે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહી ભક્તોએ વાજતે-ગાજતે દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરી હતી. ધ્વજા ફરકાવવાનો અનેરો લાવો લેવા કચ્છથી એક પરિવાર આવ્યુ જે પહેલીવાર અહી આવ્યુ હતુ, જે દ્વારકામાં ભક્તિમય માહોલ જોઇ કાનાનાં રંગે રંગાઇ ગયા હતા. આપને જણાવી દઇએ કે, અહી દિવસ દરમિયાન પાંચ અલગ અળગ રીતે ધ્વજાને બદલવામાં આવતી […]

Gujarat Others

ભગવાન દ્વારકાધીશનાં જન્મદિવસે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહી ભક્તોએ વાજતે-ગાજતે દ્વારકાધીશને ધ્વજા અર્પણ કરી હતી. ધ્વજા ફરકાવવાનો અનેરો લાવો લેવા કચ્છથી એક પરિવાર આવ્યુ જે પહેલીવાર અહી આવ્યુ હતુ, જે દ્વારકામાં ભક્તિમય માહોલ જોઇ કાનાનાં રંગે રંગાઇ ગયા હતા. આપને જણાવી દઇએ કે, અહી દિવસ દરમિયાન પાંચ અલગ અળગ રીતે ધ્વજાને બદલવામાં આવતી હોય છે.

 

ભગવાન કૃષ્ણનાં જન્મદિવસે ભક્તોનું ઘોડાપુર દ્વારકામાં ઉમટી પડ્યુ હતુ. લોકો દૂર દૂરથી અહી આવી અંતર મનથી ભગવાનનાં પાવન અવસરને માણવા અને તેમના દર્શન કરવા આવ્યા અને ભક્તિમાં લીન થયા હતા. જય દ્વારકાધીશનાં નાદથી સમગ્ર દ્વારકા ગૂંજી ઉઠ્યુ છે. આ દિવસે ભક્તો મટકી ફોડનું આયોજન પણ કરી કાનાની મન ગમતી વાનગી એટલે કે માખણને આકાશમાં રસ્સીની મદદથી ઉપર મુકી હોય, તેને ફોડે છે અને તેનો પ્રસાદ ખાઇ મન પ્રફુલ્લીત કરતા હોય છે.

જન્માષ્ટમીની ખુશીમાં દ્વારકા નગરી શ્યામ રંગે રંગાઇ હતી. અહી ચારે દિશાએ માનવ મહેરામણ સ્પષ્ટપણે જોઇ શકાય છે. લોકો માત્ર દર્શન કરવા જ નહી પણ પોતાની આસ્થાને જય દ્વારકાધીશનાં નાદથી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા. મંદિર ‘જય રણછોડ, માખણ ચોર’નાં નાદથી ગૂંજી ઉઠ્યા હતા. નંદલાલાને વધાવવા ભક્તો આતુર પણ જોવા મળી રહ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.