નવસારી,
નવસારીમાં પાર્ટી પ્લોટમાંથી રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરવામાં આવી હતી. શિરવજી પાર્ટી પ્લોટમાં પરિવારનું રિસેપ્શન હોવાથી સમગ્ર પરિવાર ત્યાં હાજર હતો. જે દરમિયાન લગ્ન પ્રસંગમાં ભેટમાં મળેલ રકમના બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પરંતુ હજુ સુઘી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નવસારીમાં લગ્ન પ્રસંગમાં ચોરીના અનેક બનાવો બન્યા છે.
