Not Set/ મુંબઈ: કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 15કિમી સુંધી સંભળાયો ધમાકાનો આવાજ

મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘરના તારાપુરમાં એક કેમિકલની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી, જેની ઝપટમાં પાંચ ફેકટરીઓ આવી ગઈ હતી. આ પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ લોકોની હાલ ખુબ જ ખરાબ સ્થિતિમાં મળી આવી છે, જયારે 15 જેટલા લોકો દાઝી ગયા છે. #WATCH: Fire broke out in a chemical factory in Palghar's Tarapur. 5 people injured in the incident. […]

India

મુંબઈ,

મહારાષ્ટ્રના પાલઘરના તારાપુરમાં એક કેમિકલની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી, જેની ઝપટમાં પાંચ ફેકટરીઓ આવી ગઈ હતી. આ પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ લોકોની હાલ ખુબ જ ખરાબ સ્થિતિમાં મળી આવી છે, જયારે 15 જેટલા લોકો દાઝી ગયા છે.

બોઈસાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 15 કિલોમીટર સુંધી સંભળાયો હતો. શરુઆતની રીપોર્ટ પ્રમાણે એક બોયલર જેમાં ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ હતું જે વધારે તાપમાન અને પ્રેશરના કારણે ફાટી ગયું અને તેના કારણે આગ લાગી ગઈ હતી.

આ વિસ્ફોટમાં કારણે આજુબાજુની કેટલીક ઈમારતોના કાંચ પણ તૂટી ગયા હતા. પ્રથમ વિસ્ફોટ મહારાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નોવાફેન સ્પેશિયલિસ્ઝ પ્રાઈવેટ લિમિટેડના ઈ-૧૦૭ન યુનિટમાં ગુરુવારના રાતના લગભગ 11 વાગે થયો હતો.

આ કંપની કેટલાક વિશેષ રસાયણો વાળા એસીડ બનાવે છે. નોવાફેનની આગ આજુબાજુની ફેકટરીઓમાં લાગી ગઈ હતી. જેમાં આરતી ડ્રગ્સ, પ્રાચી ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, ભારત વ્યાસન અને યુનીમૈક્સ પણ સામેલ છે.