નિવેદન/ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું ‘ગુજરાતમાં કોંગ્રેસ આ કારણથી હારી’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદ્મ્બરે મોટં નિવેદન આપ્યું હતું અને કહ્યું કે કટ્ટર પ્રતિસ્પર્ધા હાેય ત્યારે ચૂપચાપ શાંતિથી પ્રચાર ન કરાય કોંગ્રેસે આ હારમાંથી બોધપાઠ લેવો જોઈએ

Top Stories India

ગુજરાતમાં કોંગ્રેસની શરમજનક હાર થઇ હતી આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદ્મ્બરે મોટં નિવેદન આપ્યું હતું અને કહ્યું કે કટ્ટર પ્રતિસ્પર્ધા હાેય ત્યારે ચૂપચાપ શાંતિથી પ્રચાર ન કરાય કોંગ્રેસે આ હારમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમણે કોંગ્રેસની હાર માટે આમ આદમી પાર્ટી (AAP) પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે AAPએ ગોવા અને ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ રમત બગાડી છે.

ચિદમ્બરમે જણાવ્યું હતું કે 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે કોંગ્રેસે સારી તૈયારીઓ કરી છે,જેની આસપાસ ભાજપ વિરોધી મોરચો બનાવી શકાય. હરિયાણા અને પંજાબને બાદ કરતાં આમ આદમીની દિલ્હી બહાર બહુ લોકપ્રિયતા નથી

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણીઓ પર તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ હકીકત પર વિચાર કરવો જોઈએ કે ભાજપ ત્રણેયમાં સત્તામાં હતી  પરંતુ બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા. ભાજપ સતત 7મી વખત જીતવામાં સફળ રહ્યું હતું. આ જીત સાથે ભાજપે એવા ઘણા રેકોર્ડ બનાવ્યા, જે ગુજરાતના ઈતિહાસમાં આજ સુધી બન્યા નથી. આ ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. ભાજપની સૂનામીમાં વિપક્ષ ધરાશાયી થઇ ગયો હતો.   કોંગ્રેસ 77માંથી 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. સરકાર બનાવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીની હાલત પણ ઘણી ખરાબ હતી. AAPના માત્ર પાંચ ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા.

ગુજરાત/AC કારમાં નહીં સામાન્ય લોકો સાથે બસમાં બેસીને જાય છે વિધાનસભા જાય છે આ ધારાસભ્ય