Ahmedabad News: જામનગર જિલ્લામાં સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કંપની તરફથી કરવામાં આવેલી વિવિધ માંગણીઓને નામંજૂર કરી સ્પષ્ટ કર્યું કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સહન નહીં થાય.
26 વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં
આ કેસ વર્ષ 2001થી કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે અરજી કરવામાં આવી હતી. લાંબા સમય બાદ હવે ફરી આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કંપની મેનેજમેન્ટને સખત શબ્દોમાં ટકોર કરી છે.
હાઈકોર્ટે (Gujarat High Court) શું કહ્યું?
કોર્ટે (Gujarat High Court) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોઈપણ સંજોગોમાં સમુદ્રમાં પ્રદૂષિત પાણી છોડવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે આ મુદ્દે સખત ટિપ્પણી કરતાં કહ્યું કે આવી પ્રવૃત્તિઓ સ્વીકાર્ય નથી અને તે પર્યાવરણ માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

કંપનીની માંગણીઓ નકારી
કંપની દ્વારા કોર્ટ (Gujarat High Court) સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમ કે: જૂની પદ્ધતિ બંધ કરવાની ખાતરી સાથે નવી પાઇપલાઇન માટે છૂટ,મરિન નેશનલ પાર્ક વિસ્તારમાં પાઇપલાઇન મરામતની મંજૂરી,સમુદ્રમાં વેસ્ટવોટર છોડવાની પરવાનગી,સરકારના અગાઉના ઓર્ડર રદ કરવા,પરંતુ કોર્ટએ આ તમામ માંગણીઓને ફગાવી દીધી છે.
સરકારને પણ સૂચના
કોર્ટે રાજ્ય સરકારને આ મામલે દાખલ કરાયેલા સોગંદનામાની તપાસ કરવાની પણ સૂચના આપી છે, જેથી સમગ્ર કેસમાં પારદર્શિતા જળવાઈ રહે.
આગામી સુનાવણી 4 મેના રોજ
આ કેસમાં આગળની સુનાવણી હવે 4 મે 2026ના રોજ થશે. આ મુદ્દે પર્યાવરણ અને ઉદ્યોગ વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે તે પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:નોકરી કે કામ પર જવા-આવવાનો સમય પણ રોજગારનો જ ભાગઃ ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: પત્નીને પ્રેમી સાથે જોતા હુમલો કરનાર પતિની 5 વર્ષની કેદની સજા યથાવત
