- આગામી 2 દિવસ સુધી હાડ થીજવતી ઠંડી
- રાજ્યના હવામાન વિભાગનું અનુમાન
- બે દિવસ માટે નલિયામાં કોલ્ડવેવની આગાહી
- ઉતર પૂર્વીય પવનના લીધે પડશે વધુ ઠંડી
- ઉ.ગુજ.,મ.ગુજ., દ.ગુજ.માં ઠંડીનું જોર વધશે
- 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાનમાં થશે ઘટાડો
- 21 ડિસે.બાદ ઠંડીનું જોર ઓછું થશે
- અમદાવાદ ગાંધીનગર સહિત પડશે ઠંડી
- પવનની ગતિમાં વધારો થતાં વધશે ઠંડી
- ગતિ 30 થી 40 કિમીની રહેતા પડશે વધુ ઠંડી
રાજ્યમાં ઠંડીએ પોતાનુ જોર વધારી દીધુ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. લઘુત્તમ તાપમાનમાં પણ હવે દિવસેને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે પારો ગગડ્યો હતો. હવામાન વિભાગનાં કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થશે તેવી પણ હવામાન વિભાગે આગાહી આપી છે.
આ પણ વાંચો – ધ્રાંગધ્રા તાલુકા ના જીવા ગામે ચૂંટણી નો બહિષ્કાર.. / રોડ,રસ્તા,આરોગ્ય,ગટર અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓ ના પડતર પ્રશ્નો ને લઈ લેવાયો નિર્ણય…
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ધીમે ધીમે હાડ થીજવતી ઠંડીનું આગમન થઇ ચુક્યુ છે. વળી હવામાન વિભાગની વાત કરીએ તો આગામી બે દિવસ સુધી નલિયામાં કોલ્ડવેવની આગાહી છે. કહેવાઇ રહ્યુ છે કે, ઠંડીમાં વધારો ઉત્તર પૂર્વીય પવનનાં લીધે પડશે. આ પવનની ગતિ અંદાજે 30 થી 40 કિમીની રહેશે. જે કારણોસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગની માનીએ તો આગામી બે દિવસમાં રાજયમાં 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વળી એવો પણ અનુમાન છે કે, આગામી 21 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર ઘટશે. જેની અસર મેટ્રો સિટી અમદાવાદ અને કેપિટલ ગાંધીનગરમાં પણ જોવા મળશે. રાજ્યનાં અલગ-અલગ શહેરમાં ઠંડીની વાત કરીએ તો તે આ મુજબ છે…
આ પણ વાંચો – ગોધરા એસ.ઓ.જી.એ / પીટોલ હત્યાકાંડના મુખ્ય આરોપી ઉસ્માન ખંડુને ઝડપી પાડીને મધ્યપ્રદેશ પોલીસના હવાલે કર્યો..!!
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ છે, જ્યા તાપમાન 4.2 ડિગ્રી રહ્યુ છે. ઉપરાંત ડીસામાં 7.8 ડિગ્રી, પાટણમાં 7.8 ડિગ્રી, રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં 10 ડિગ્રી, ભૂજમાં 10 ડિગ્રી, મેટ્રો સિટી અમદાવાદમાં 11.2 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, વડોદરામાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 15.6 ડિગ્રી અને સુરતમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતુ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
