Ahmedabad News/ અમદાવાદના જમાલપુરમાં મોડી રાત્રે યુવકની ઘાતકી હત્યા, ૩ સામે ગુનો દાખલ

Ahmedabadના જમાલપુર તાનગરવાડ પાસે જૂની અદાવતમાં મહેબૂબ પઠાણની હત્યા કરવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે સલીમ અને હનીફા પઠાણ સહિત ૩ સામે ગુનો નોંધ્યો છે.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Jamalpur Murder Case

Ahmedabad Jamalpur Murder Case: અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં મોડી રાત્રે અંગત અદાવતમાં હિંસક અથડામણ થતા એક યુવકનું મોત નીપજ્યું છે. જમાલપુર તાનગરવાડ પાસે જૂની દુશ્મનીનો બદલો લેવા માટે થયેલા જીવલેણ હુમલામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને સન્નાટો વ્યાપી ગયો છે.

Ahmedabad : તીક્ષ્ણ હથિયારો વડે મહેબૂબ પઠાણ પર હુમલો

ઘટનાની વિગતો મુજબ, જમાલપુર તાનગરવાડ પાસે મહેબૂબ પઠાણ અને જરગુલ પઠાણ નામના બે યુવકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે અગાઉથી ટાપીને બેઠેલા કેટલાક શખ્સોએ તેમના પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ મહેબૂબ પઠાણને નિશાન બનાવી ઘાતકી પ્રહાર કર્યા હતા, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં વચ્ચે પડેલા જરગુલ પઠાણને પણ ગંભીર ઈજાઓ થઈ છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Ahmedabad Jamalpur Murder Case

ગાયકવાડ હવેલી પોલીસે તપાસ તેજ કરી

હત્યાના સમાચાર મળતા જ ગાયકવાડ હવેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અંગત અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

સલીમ અને હનીફા પઠાણ સહિત 3 સામે ફરિયાદ

પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે, જેમાં પોલીસ ફરિયાદના આધારે સલીમ પઠાણ, હનીફા પઠાણ અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ ૩ લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આ શખ્સોને પકડી પાડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.


આ પણ વાંચો: ખેડબ્રહ્મામાં રક્તરંજિત રાત! સંગ્રામપુરામાં કૌટુંબિક કલેશમાં કુહાડીના ઘા ઝીંકી ત્રણની હત્યા

આ પણ વાંચો: સાક્ષી હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ, કોર્ટનો કડક સંદેશ

આ પણ વાંચો: કરજણમાં સનસનીખેજ હત્યા! અઠવાડિયાથી ગુમ વૃદ્ધનો કોથળામાં વીંટેલો સડેલો મૃતદેહ મળ્યો