Vadodara News: વડોદરાની સ્કૂલ બાદ હવે એક હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી લોર્ડ્સ ઇન હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ માહિતી મળતાં સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ પોલીસ હોટલ ખાલી કરાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ 4 જુલાઈના વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર. અમીન સ્કૂલને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે ડીસીપી ઝોન ૨ એ જણાવ્યું હતું કે આ ઈમેલની સામગ્રી પણ અગાઉ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલ જેવી જ હતી. નોંધનીય છે કે છેલ્લા ૧૨ દિવસમાં વડોદરા શહેરની ૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
આ પહેલાં, સમા વિસ્તારની નવરચના સ્કૂલને મળેલી ધમકી બાદ પોલીસે સાડા ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે સ્પષ્ટ કર્યું કે શાળામાં કોઈ બોમ્બ મૂકવામાં આવ્યો નથી. આગળ જતાં, બીજા જ દિવસે રિફાઈનરી CBSE સ્કૂલને પણ ઉમર ફારૂકના નામથી બોમ્બ ધમકી મળી હતી, જેની તપાસમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
આ પણ વાંચો:વડોદરામાં નવરચના સ્કૂલને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

