મહેન્દ્રસિંહ ધોની ભલે આજે ક્રિકેટથી દૂર હોય, પરંતુ તેના વ્યક્તિત્વની વિશાળતામાં કોઈ ફરક પડ્યો નથી. ધોનીની જબરદસ્ત ફેન ફોલોવિંગમાં કોઈ ઘટાડો થયો નથી. આ જ કારણ છે કે ક્રિકેટમાંથી બ્રેક લીધા પછી પણ તેઓ હેડલાઇન્સમાં રહે છે. એક સર્વે રિપોર્ટ દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે, જે મુજબ ધોની ભારતનો બીજો સૌથી પ્રશંસક વ્યક્તિ એટલે કે ગમતો વ્યક્તિ બન્યો છે. મજાની વાત તો એ છે કે આ યાદીમાં ધોનીથી ઉપરની વ્યક્તિ દેશનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.
દેશમાં પીએમ મોદી બાદ મહેન્દ્રસિંહ ધોની દેશનો બીજો ગમતો વ્યક્તિ છે. YouGov દ્વારા કરાયેલા આ સર્વેમાં 41 દેશોનાં 42 હજાર લોકોએ ભાગ લીધો હતો, જેમાં વિશ્વનાં સૌથી વધુ ગમતા પુરુષો અને સ્ત્રીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમા પીએમ મોદીને ભારતમાં સૌથી વધુ (15.66%) મત મળ્યા જ્યારે બીજા નંબર પર એમએસ ધોનીને (8.65%) રહ્યો હતો. ભારતની સુપરસ્ટાર બોક્સર મૈરી કોમને મહિલાઓની યાદીમાં 10.36 ટકા સૌથી વધુ મત મળ્યા હતા. ધોની પછી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચોથા ક્રમે રહ્યો. સચિનને 5.81 ટકા અને વિરાટ કોહલીએ 4.46 ટકા વોટ મેળવ્યા છે.

રસપ્રદ તથ્ય એ છે કે ક્રિકેટથી દૂર હોવા છતાં ધોનીએ ભારતમાં વિરાટ કોહલી કરતા વધારે વોટ મેળવ્યા છે. ત્યારબાદ રોનાલ્ડો 2.95 ટકા અને મેસ્સીને 2.32 ટકા વોટ મળ્યા હતા. ટોચનાં 25 માં ભારતીય મહિલા બોક્સર મૈરી કોમ એકમાત્ર મહિલા ખેલાડી છે. મૈરી કોમ પછી કિરણ બેદી, લતા મંગેશકર, સુષ્મા સ્વરાજ અને દીપિકા પાદુકોણ પ્રથમ પાંચ ભારતીય મહિલાઓમાં છે. જો આપણે આખી દુનિયાની વાત કરીએ તો બિલ ગેટ્સ અને મિશેલ ઓબામા આ યાદીમાં પ્રથમ નંબરે હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
