અમદાવાદ,
ગુજરાત વિધાનસભા ના મતદાન માટે ચૂંટણી કમિશને ઘણી વ્યવસ્થાઓ કરી છે.તમામ લોકો વધુ માં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી કમિશન ધ્યાન આપી રહ્યું છે.ચૂંટણી સમયે પોલીસ શિક્ષકો,સીઆરપીએફ અને બીજા જવાનો પણ મતદાન ના અધિકારી થી વંચિત ના રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.જેના ભાગરૂપે અમદવાદ જિલ્લા ની એકવિસ બેઠકો માં પોસ્ટલ બેલેટ ફેસેલિટી સેન્ટર બનવવા માં આવ્યા છે.જેમાં અમદવાદ શહેર માં સત્તર અને જિલ્લા માં ચાર મતદાન મથક બનવવા માં આવ્યા છે.જેમાં પોલીસ અને હોમગાર્ડ ના જવાનો અને સીઆરપીએફ ના જવાનો ચાર પાંચ અને છ ડિસેમ્બર ના રોજ મતદાન કરશે આ મતો ની ગણતરી મત ગણતરી ના દિવસે ધ્યાનમાં લેવામાં આવશે.
તારીખ હોદ્દ્દો સ્થળ
4 ડિસેમ્બર પોલીસ અને હોમગાર્ડ પોલીસ હેડક્વાટર શાહીબાગ
5 ડિસેમ્બર સીઆરપીએફ /ગ્રામ્ય પોલીસ ગ્રામ્ય પોલીસ હેડક્વાટર /નરોડા હેડક્વાટર
6 ડિસેમ્બર પોલીસ અને હોમગાર્ડ પોલીસ હેડક્વાટર શાહીબાગ
