Not Set/ હિમાચલ પ્રદેશ : હોટલમાં મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ ૧૯ વર્ષીય યુવકે ધાબા પરથી માર્યો કુદકો

શિમલા હિમાચલ પ્રદેશમાં સિરમૌર જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિરમૌર જીલ્લામાં એક યુવકે હોટલના ધાબા પરહી કુદકો માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.નાહનનો રહેવાસી ૧૯ વર્ષીય યુવક શુભમ રાત્રે પોતાના મિત્રો સાથે હોટલમાં પાર્ટી કરી હતી. પાર્ટી બાદ ખબર નહી શું થયું કે શુભમે હોટલના ધાબા પરથી કુદકો મારવાની ફરજ પડી હતી.પાર્ટી કર્યા […]

Top Stories India Trending

શિમલા

હિમાચલ પ્રદેશમાં સિરમૌર જીલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

સિરમૌર જીલ્લામાં એક યુવકે હોટલના ધાબા પરહી કુદકો માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.નાહનનો રહેવાસી ૧૯ વર્ષીય યુવક શુભમ રાત્રે પોતાના મિત્રો સાથે હોટલમાં પાર્ટી કરી હતી.

પાર્ટી બાદ ખબર નહી શું થયું કે શુભમે હોટલના ધાબા પરથી કુદકો મારવાની ફરજ પડી હતી.પાર્ટી કર્યા બાદ તે પોતાના રૂમમાં પાછો આવી ગયો હતો. આશરે ૯:30 વાગ્યે શુભમ હોટલના ધાબા પર ચડ્યો હતો અને ત્યાંથી છલાંગ લગાવી હતી.

ત્યારબાદ શુભમને નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં ડોકટરે તેની હાલત નાજુક જાહેર કરતા તેને ચંડીગઢ શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે દમ તોડ્યો હતો.

તમને જણાવી દઈએ કે હજુ સુધી શુભમે છલાંગ શા માટે લગાવી તેનું કોઈ કારણ નથી મળ્યું.

પોલીસે આ મામલે તપાસ કરી રહી છે કે શુભમને કોઈએ ધક્કો માર્યો હતો કે તેણે જાતે કુદકો માર્યો હતો.