મુંબઇ,
આજકાલ પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્નની તૈયારીઓમા વ્યસ્ત છે. તેમ છતાં આવી વ્યસ્તતા વચ્ચે પણ તેને તેના કામ સાથે કોઈ પણ રીતે સમજોતો કર્યો નથી. પ્રિયંકા હવે તેની આગામી હિન્દી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ કરી રહી છે. ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ આ ફિલ્મમાં તેના સાથે કામ કરી રહ્યા છે.

‘ધ સ્કાય ઇઝ પિંક’ મોટીવેશનલ સ્પીકર આયશા ચૌધરી અને તેના માતા-પિતાની સ્ટોરી પર આધારિત એક બયોગ્રાફિકલ ડ્રામા છે, જેની દિગ્દર્શક શોનાલી બોસ છે. જણાવીએ કે 13 વર્ષની વયે એ જાણવા મળ્યું હતું કે આયશાને પલ્મોનરી ફ્રાઇબ્રોસિસ છે. આ પછી તેમણે તેમના સ્ટ્રગલ પર એક પુસ્તક લખ્યું હતું અને તેમનુ માત્ર 18 વર્ષની વયે મૃત્યુ થયું હતું.

ફિલ્મનો પ્રથમ લૂક રિલીઝ કરતા ઝાયરા વસીમે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસ્વીરમાં ફરહાન અને પ્રિયંકા સામાન્ય લૂકમાં જોવા મળે છે પરંતુ ઝાયરા ઘણા ઘૂઘરાળા વાળમાં જોવા મળી રહી છે
