વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અભિનેતા કેઆરકે (કમાલ રાશિદ ખાન), ઘણીવાર તેમના નિવેદનોને લીધે હેડલાઇન્સ બનાવે છે. ફરી એકવાર તે પોતાના નિવેદનનાં કારણે ચર્ચામાં છે. આ વખતે તે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ દબંગ-3 પર આપેલા નિવેદનથી ચર્ચામાં આવેલ છે. જણાવી દઇએ કે, તેણે સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3 પર તંજ કસતા કહ્યુ છે કે, આ સુપર ફ્લોપ ફિલ્મ સાબિત થશે.

કેઆરકે ફિલ્મનાં ટ્રેલર અને ગીતોને સુપર ફ્લોપ કહી રહ્યા છે. કેઆરકે દબંગ-3 નાં નિર્માતાને બોલિવૂડનો સૌથી ફ્લોપ નિર્માતા પણ કહી રહ્યા છે. ફિલ્મની સમીક્ષા કરનારા કમાલે દબંગ-3 વિશે કહ્યું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બિલકુલ નહીં ચાલે. આ પ્રકારની ફિલ્મને ફક્ત રીક્ષાઓવાળા અને લુખ્ખા લોકો જોવા માટે જશે.
https://twitter.com/kamaalrkhan/status/1199891710945284098
આપને જણાવી દઈએ કે, તાજેતરનાં ટ્વીટમાં કેઆરકે એ ફિલ્મ જ નહીં પરંતુ ફિલ્મનાં તમામ ગીતોને પણ ફ્લોપ ગણાવ્યા છે. ‘દબંગ-3’ વર્ષનાં અંતમાં 20 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સલમાન-સોનાક્ષી ઉપરાંત મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર પણ જોવા મળશે.
ફિલ્મ સમીક્ષક કમાલે સલમાનની ‘દબંગ-3’ વિશે ઘણી વાતો કહી છે. તેણે ટ્વિટ કર્યું હતું કે આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને ભેગા કરી શકશે નહીં. તેણે કહ્યું, આ ફિલ્મ ફક્ત રિક્ષાવાળાઓ અને લુખ્ખા લોકો જોશે. કેઆરકેએ ફિલ્મનાં ગીત અને ટ્રેલરને સંપૂર્ણ બકવાસ બતાવ્યુ છે. અભિનેતાએ ‘દબંગ-3’ ની કમાણી વિશે કહ્યું હતું કે, આ ફિલ્મ 150 કરોડથી વધુનો બિઝનેસ કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
