Not Set/ ઇરફાન ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર થયું રિલીઝ, જુઓ

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ સાથે લાંબા સમય બાદ મોટા પડદે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઇરફાન સિવાય કરીના કપૂર, રાધિકા મદન, દિપક ડોબરિયાલ, ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી, રણવીર શોરે અને કિકુ શારદા જેવા સ્ટાર્સ છે. ‘અંગ્રેજી  મીડિયમ’ ના ટ્રેલર બનાવામાં અવાયું છે કે પિતા બનેલા ઇરફાન ખાન તેની […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાન ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ સાથે લાંબા સમય બાદ મોટા પડદે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઇરફાન સિવાય કરીના કપૂર, રાધિકા મદન, દિપક ડોબરિયાલ, ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી, રણવીર શોરે અને કિકુ શારદા જેવા સ્ટાર્સ છે.

‘અંગ્રેજી  મીડિયમ’ ના ટ્રેલર બનાવામાં અવાયું છે કે પિતા બનેલા ઇરફાન ખાન તેની દીકરીને સારું શિક્ષણ આપવા માંગે છે. પુત્રી પણ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. તે વિદેશમાં ભણવાનું સપનું જોવાની શરૂઆત કરે છે, જેના પછી તેના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે. ટ્રેલરમાં કોમેડી સાથે સાથે ઈમોશનલ અને ગંભીર મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે.

ટ્રેલર પહેલાં ‘અંગ્રેજી મીડિયમ’ નું પોસ્ટર શેર કરવામાં અવાયું હતું. જેમાં ઇરફાન ખાન વિદેશી સૈનિક બનેલો ઉભો છે અને તેની પુત્રી રાધિકા મદન તેને ભેટી ઉભી છે.

‘અંગ્રેજી મીડિયમ’ હોમી અદજાનિણીયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને આ ફિલ્મ 20 માર્ચે રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.