આજે કોંગ્રેસનો ૧૩૫મો સ્થાપના દિવસ છે. ૨૮ ડિસેમ્બર 1885ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. આજે કોંગ્રેસ પોતાનો ૧૩૫મો સ્થાપના માનવી રહી છે. કોંગ્રેસના 135 મા સ્થાપના દિવસે રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખોના નેતૃત્વમાં રાજ્યના પ્રમુખ શહેરોમાં રેલી કાઢવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘બંધારણ બચાવો, ભારત બચાવો’ ના નારા સાથે યોજાનારી રેલી અને સભામાં ભારતના બંધારણની પ્રસ્તાવના સ્થાનિક ભાષામાં વાંચવામાં આવશે.
આજે ગુજરાત ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવશે. સાબરમતી સામેના મેદાનમાં ધ્વજ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્વજવંદન બાદ ગાંધીઆશ્રમ થી સરદાર પ્રતિમા સુધી રેલીનું આયોજન છે.
ગાંધી આશ્રમ થી નીકળતો આ રેલીમાં કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહીત ના દિગ્ગજો જોડાશે. આ કાર્યક્રમ માં ભારતના બંધારણની પ્રસ્તાવના પણ ભાષામાં વાંચવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
