Surat News : સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આજે એક વિસ્ફોટ થયો હતો, જેના પગલે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફસાયેલા ચાર કર્મચારીઓના કરૂણ મોત થયા છે.
મળતી માહિતી મુજબ, આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા દરમિયાન ટૂ યર પ્લેટફોર્મ પર આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા લિફ્ટ સુધી પહોંચી ગઈ હતી. જેમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ સુરતની હજીરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે. વર્ષના અંતિમ દિવસે બનેલી આ કરૂણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે.
@ Rabiyah Saleh, MTv, Reporter, Surat
આ પણ વાંચો: સુરત આગ/ રઘુવીર ટેકસટાઇલ માર્કેટમાં 300 કરોડથી વધુ નુકશાન, કોઈ જાનહાનિ નહિ
આ પણ વાંચો: સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ
આ પણ વાંચો: સુરતના જ્વેલરી ખાતામાં લાગી આગ