અફઘાન સરકારના હાથમાંથી ધીમે ધીમે દેશનાં મહત્વનાં અને રાજકીય શહેરો બહાર નીકળી રહ્યા છે. શનિવારે તાલિબાન એ અફઘાનિસ્તાનનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર પણ કબ્ઝો કરી લીધો છો. અફઘાન સાંસદે મઝાર-એ-શરીફ પર તાલિબાનીઓનો કબજો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ તાલિબાનનાં કબ્ઝામાં આવી ગયું છે, વિદ્રોહીઓએ ત્યાં મોટો હુમલો કર્યો હતો.

આ પણ વાંચો – Afghanistan Crisis / અફઘાનિસ્તાનમાં રહેલા આ લોકો અંગે તાલિબાનનું મોટું નિવેદન, કહ્યું – અમારાથી તેઓને કોઈ ખતરો….
ઉલ્લેખનીય છે કે, હવે તાલિબાન બળવાખોરોની સામે અફઘાનિસ્તાનને હવે ધીમે ધીમે ઘૂંટણિયે પડી જવાની ફરજ પડી રહી છે. હવે દેશની રાજધાની કાબુલ પણ હાથમાંથી નીકળી જાય તેવુ સ્પષ્ટપણે દેખાઇ રહ્યુ છે. મીડિયા અહેવાલો અનુસાર, હવે તાલિબાન કાબુલથી માત્ર 50 કિલોમીટર દૂર છે. દરમિયાન, અફઘાન સરકારનાં હાથમાંથી દેશનાં ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફનું બહાર નીકળવું એ સંકેત છે કે તાલિબાન સામે દેશની સેના પણ નબળી પડી રહી છે.
An Afghan lawmaker says the city of Mazar-e-Sharif, the capital of Balkh province, has fallen to the Taliban after the insurgents launched a major assault there: The Associated Press
— ANI (@ANI) August 14, 2021
તાલિબાનોએ મઝાર-એ-શરીફ પર કબ્ઝો જમાવ્યો હોવાનો દાવો કરતા અફઘાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે, વિદ્રોહીઓએ છેલ્લા ઘણા દિવસોથી શહેરનાં મુખ્ય વિસ્તારો પર કબ્ઝો જમાવી રહેલા મઝાર પર મોટો હુમલો કર્યો હતો. તાલિબાન શરૂઆતથી જ શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ દેશની સેના બળવાખોરોને રોકવા માટે સખત પ્રયાસ કરી રહી હતી. શનિવારે જ, લડવૈયાઓએ મઝાર પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઉત્તર બલ્ખ પ્રાંતનાં પ્રાંત ગવર્નરનાં પ્રવક્તા મુનીર અહમદ ફરહાદ કહે છે કે, 14 ઓગસ્ટથી તાલિબાનોએ અનેક દિશાઓથી હુમલા શરૂ કર્યા હતા. આ દરમિયાન ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 11 ઓગસ્ટનાં રોજ મઝાર-એ-શરીફની મુલાકાત લીધી હતી અને સુરક્ષા મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

આ પણ વાંચો – તિરંગો / ગોવાના સાઓ જેસિન્ટો ટાપુ પર આખરે નૌકાદળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો,જાણો કેમ થયો હતો વિરોધ
લોગારનાં સાંસદ હોમા અહમદીએ શનિવારે જણાવ્યું હતું કે, તાલિબાને તમામ લોગાર પર કબ્ઝો કરી લીધો છે અને પ્રાંત અધિકારીઓની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે, તાલિબાન કાબુલથી માત્ર 11 કિલોમીટર દક્ષિણે ચાર અસયાબ જિલ્લાઓમાં પહોંચી ગયું છે. આતંકવાદીઓએ પાકિસ્તાનની સરહદ પક્તિયાની રાજધાની પણ કબ્ઝે કરી લીધી હતી. આ માહિતી પ્રાંતનાં સાંસદ ખાલિદ અસદે આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યપાલ અને અન્ય અધિકારીઓ શરણાગતિ સ્વીકારી કાબુલ જઈ રહ્યા હતા. પડોશી પક્તિકા પ્રાંતનાં સાંસદ સૈયદ હુસૈન ગરદેઝીએ જણાવ્યું હતું કે, તાલિબાને સ્થાનિક રાજધાની ગરદેજનો મોટાભાગનો વિસ્તાર કબ્ઝે કર્યો છે, પરંતુ સરકારી દળો સાથે લડાઈ ચાલુ છે.
