Ahmedabad/ 3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ

આવતીકાલથી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ રહેશે. 3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી સવાર અને સાંજ પાણી કાપ રહેશે. જણાવી દઈએ કે સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં…

Top Stories Ahmedabad Gujarat
Water cut in 11 wards

Water cut in 11 wards: આવતીકાલથી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ રહેશે. 3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી સવાર અને સાંજ પાણી કાપ રહેશે. જણાવી દઈએ કે સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીગ કામ ચાલુ હોવાથી 5 માર્ચ સુધી પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેમાં થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, બોડકદેવ તેમજ જોધપુરમાં પાણી પૂરવઠની અસર થશે

અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન , અને પશ્ચિમ ઝોનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી કાલથી એટલે કે 3 માર્ચથી 5 માર્ચ સુધી પાણીનો સવાર અને સાંજનો સપ્લાય બંધ રહેશે. તેમજ આગામી 6 માર્ચ રોજ સવારનો પાણીનો જથ્થો ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામા આવશે. AMC દ્વારા ચાર વોર્ડમા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. AMC પોતાના બોર ચોવીસ કલાક ચાલુ રાખશે અને શક્ય બંને તેટલો પાણીનો જથ્થો ચાર વિસ્તારમાં અપાશે. ચાર ઝોન બાદ અન્ય ઝોન પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણી રાબેતા મુજબ મળશે.

મહત્વના મુદ્દા

આવતી કાલથી શહેરના 11 વોર્ડમા પાણી કાપ રહેશે

સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીગ કામ થશે

આવતી કાલ સાંજથી પાણી કાપ 5 માર્ચ સુધી રહેશે પાણી કાપ

ઉત્તર પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન , અને પશ્ચિમ ઝોનમા પાણી કાપ રહેશે

જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અપાતા પાણી પૂરવઠા પર અસર થશે.

આ પણ વાંચો: Congress-left/કોંગ્રેસનો સાથ, સહયોગીના સૂપડા સાફ, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીએ ફરીથી સાબિત કર્યુ

આ પણ વાંચો: Stock Market/બજારે ગઇકાલનો વધારે આજે ધોઈ નાખ્યોઃ સેન્સેક્સ 501 અને નિફ્ટી 129 પોઇન્ટ ઘટ્યો

આ પણ વાંચો: Dhirendra shastri/ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામની ધરપકડ, કહ્યું- દરેક બાબતને બાગેશ્વર ધામ સાથે ન જોડવી