Not Set/ ફિલ્મ ‘લવરાત્રી’ના સેટને આગ લગાવવા અને સલમાનને મારનારને 2 લાખ ઇનામની જાહેરાત

આગરા  સલમાન ખાન તેમની પ્રોડક્શન ફિલ્મ ‘લવરાત્રી‘થી તેના જીજાજી આયુષ શર્માને લોન્ચ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘હિન્દુ હિ આગે’ નામનું સંગઠનએ આગરામાં ફિલ્મના પોસ્ટરો બાળીને વિરોધ કર્યો છે. આગરામાં, આ હિન્દુ સંગઠનના કાર્યકરોએ પદ્માવત ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની જેમ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારવાની ધમકી આપી છે. […]

Entertainment

આગરા 

સલમાન ખાન તેમની પ્રોડક્શન ફિલ્મ ‘લવરાત્રી‘થી તેના જીજાજી આયુષ શર્માને લોન્ચ કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના નામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ‘હિન્દુ હિ આગે’ નામનું સંગઠનએ આગરામાં ફિલ્મના પોસ્ટરો બાળીને વિરોધ કર્યો છે.

આગરામાં, આ હિન્દુ સંગઠનના કાર્યકરોએ પદ્માવત ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની જેમ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને મારવાની ધમકી આપી છે. સલમાન આ ફિલ્મના નિર્માતા છે. એવું કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ 21 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, ‘હિન્દુ હિ આગે, વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયાનું નવું સંગઠન છે અને તેના આગરા યુનિટના પ્રમુખ ગોવિંગ પરાશર, એ સલમાન ખાનને મારવા અને ફિલ્મ સેટમાં આગ લાગવા વાળાને બે લાખ રૂપિયા ઈનામની જાહેરાત કરી છે.

પરાશર કહેવું છે કે સલમાનને  ફિલ્મ ‘લવરાત્રી’ બનાવીને હિન્દુઓની લાગણીઓને દુઃખ કરી છે અને આ ફિલ્મને રિલીઝ કરવાનો સમય નવરાત્રીનો રાખવામાં આવ્યો છે કે જે હિન્દુનો તહેવાર હોય છે.