Entertainment News : બોલીવુડના લોકપ્રિય અને ‘અન્ના’ તરીકે જાણીતા એક્ટર સુનીલ શેટ્ટી (suniel shetty)આજે 11 ઓગસ્ટ 2026 ના રોજ તેમનો જન્મદિવસ (Birthday)ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે સોશિયલ મીડિયા પર ચાહકો, બોલીવુડ સેલિબ્રિટીઝ અને તેમના નજીકના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. અભિનેતાના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty )એ પિતા સાથેની એક સુંદર તસવીર શેર કરીને લખ્યું, “હેપ્પી બર્થડે, પપ્પા.” બીજી તરફ, તેમના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કરતા લખ્યું, “ધ રીઅલ ભીડુ… હેપ્પી બર્થડે.”
suniel shetty : અન્ના અને જેકી શ્રોફ વચ્ચેની ગાઢ મિત્રતા અને બોન્ડિંગ
જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી વચ્ચે વર્ષો જૂની અને ગાઢ મિત્રતા છે. બંને કલાકારોએ ‘બોર્ડર’ (1997), ‘બાઝ: અ બર્ડ ઇન ડેન્જર’, ‘હલચલ’ અને ‘અપના સપના મની મની’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં સાથે કામ કરીને પ્રેક્ષકોનું દિલ જીત્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોર્ડર 2’ માં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ પણ કામ કર્યું છે, જેમાં તેણે અગાઉની ફિલ્મમાં એરફોર્સ પાયલટ (Air Force Pilot)તરીકેના રોલની જેમ જ મહત્વની ભૂમિકા નિભાવી છે.

સુનીલ શેટ્ટીની 3 દાયકા લાંબી કારકિર્દી અને 100થી વધુ ફિલ્મો
સુનીલ શેટ્ટીએ પોતાની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વર્ષ 1992માં રિલીઝ થયેલી એક્શન ફિલ્મ ‘બલવાન’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘મોહરા’, ‘દિલવાલે’, ‘ગોપી કિશન’ અને ‘સપૂત’ જેવી સુપરહિત ફિલ્મો આપીને તેઓ 90ના દાયકાના સૌથી સફળ અને વ્યાપક લોકપ્રિયતા ધરાવતા એક્શન સ્ટાર તરીકે સ્થાપિત થયા હતા.
‘હેરાફેરી’ અને ‘ધડકન’થી બદલાઈ એક્શન હીરોની ઈમેજ
વર્ષ 2000માં આવેલી કોમેડી ક્લાસિક ફિલ્મ ‘હેરા ફેરી‘માં ‘શ્યામ’નું યાદગાર પાત્ર ભજવીને સુનીલ શેટ્ટીએ પોતાની માત્ર એક્શન હીરો તરીકેની છબી બદલી નાખી હતી. આ ઉપરાંત, ‘ધડકન’ (2000) અને ‘મૈં હૂં ના’ (2004) જેવી ફિલ્મોમાં નકારાત્મક (વિલન) ભૂમિકા ભજવીને તેમણે પોતાની વર્સેટાઈલ એક્ટિંગ સાબિત કરી હતી. ‘ધડકન’ ફિલ્મમાં શાનદાર અભિનય માટે તેમને બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ઉપરાંત, તેમણે પોતાના પ્રોડક્શન હાઉસ ‘પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ’ હેઠળ ‘ખેલ’, ‘રક્ત’ અને ‘ભાગમ ભાગ’ જેવી સફળ ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.
આ પણ વાંચો :ગોવિંદાએ સુનીતાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- સંબંધોમાં દરેક વાત જાહેર કરવી જરૂરી નથી
આ પણ વાંચો :મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલના ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે આપ્યો જવાબ, કહ્યું- ‘બ્રો, રિલેક્સ…’
આ પણ વાંચો :‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં નાની અને રાઘવ જુયાલનો પ્રચંડ એક્શન અવતાર
