Not Set/ અમદાવાદ: ગંદકી કરતા એકમો સામે કડક પગલા, સેન્ટ્રલ ઝોનમાં 26 દુકાનો થઇ સીલ

અમદાવાદ, અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMCએ કડક પગલા લીધા હોવાની વિગતો સામે આવી હતી. જેમાં જાહેર માર્ગ પર ગંદકી ફેલાવવા બદલ દુકાનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં હેલ્થ વિભાગ દ્વારા આશરે 26 દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામને રૂ.2000નો દંડ ભરવો તેમજ દંડની રકમ ભર્યા બાદ જ સીલ ખોલવામાં આવશે તેમ જણાવવામાં […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદમાં ગંદકી કરતા એકમો સામે AMCએ કડક પગલા લીધા હોવાની વિગતો સામે આવી હતી. જેમાં જાહેર માર્ગ પર ગંદકી ફેલાવવા બદલ દુકાનોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનમાં હેલ્થ વિભાગ દ્વારા આશરે 26 દુકાનો સીલ કરવામાં આવી હતી. આ તમામને રૂ.2000નો દંડ ભરવો તેમજ દંડની રકમ ભર્યા બાદ જ સીલ ખોલવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આમ ગંદકી મામલે મ્યુનિ.કમિશનરની કડક કાર્યવાહીની ચેતવણી બાદ તમામ ગંદકી ફેલાવતા તમામ એકમો સામે પગલા લેવામાં આવ્યા હતા.

પૂર્વ ઝોનમાં ૪૮.

પશ્ચિમ ઝોનમાં ૮.

નવા પશ્ચિમ ઝોનમાં ૬૫.

મધ્ય ઝોનમાં ૨૮.

દક્ષિણ ઝોનમાં 60 એકમો સીલ કરવામાં આવ્યા હતા.