Gandhinagar News/ મુખ્યમંત્રીએ વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિ-માસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી

ગુજરાતને અગ્રેસર રાખવા વિકસિત ગુજરાત રોડમેપના સમયબદ્ધ કાર્યઆયોજન માટે માર્ગદર્શન આપ્યું

Gujarat Gandhinagar

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને તેમના વિભાગો દ્વારા આ વર્ષના બજેટની જોગવાઈઓ સામે પ્રથમ ત્રિ-માસિક કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી.નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને મુખ્ય સચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિકસિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પમાં ગુજરાતને અગ્રેસર રાખવા વિકસિત ગુજરાત રોડમેપના સમયબદ્ધ કાર્યઆયોજન માટે માર્ગદર્શન આપ્યું હતું,

તેમણે ખાસ કરીને જનકલ્યાણલક્ષી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને જરૂરતમંદ લાભાર્થીઓને 100 ટકા લાભ પહોંચાડીને બજેટના લક્ષ્યાંકો સિદ્ધ કરવા સૂચનો કર્યા હતા.બેઠકમાં નાણાં વિભાગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તેમના બજેટની યોજનાકીય જોગવાઈઓના અમલના ખર્ચમાં પ્રથમ ત્રિ-માસિક સમયગાળામાં ગત વર્ષ કરતાં સમગ્રતયા 23.4 ટકાનો વધારો થયો છે તેની વિગતો આપી હતી.
એટલું જ નહિ, બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવેલી નવી બાબતોની 98 ટકાથી વધુ વહીવટી મંજૂરીઓ પણ પ્રથમ ક્વાર્ટરમાં જ આપી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી, ફાયરની ટીમો દોડતી થઈ

આ પણ વાંચો:સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર 200 દિવસમાં બેગ એટીએમ દ્વારા નાગરીકોએ કર્યો એક લાખથી વધુ કાપડની થેલીનો ઉપયોગ

આ પણ વાંચો:પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે