Not Set/ માત્ર મહિલાઓ જ નહી પણ હવે પુરુષોને પણ મળશે ૭૩૦ દિવસની ચાઈલ્ડ કેર લીવ

નવી દિલ્લી બાળકોની દેખભાળ કરવા માટે અત્યાર સુધી મહિલાઓને સ્પેશ્યલ લીવ CCL આપવામાં આવતી હતી. મોદી સરકારે વર્ષ પૂરું થાય તે પહેલા પુરુષોને ગીફ્ટ આપી છે. જે પુરુષો એકલા પિતા તરીકે બાળકની સંભાળ કરતા હોય તેમને ૭૫૦ દિવસની રજાઓ મળશે. ૭માં પગાર આયોગમાં એકલા પિતાના રૂપમાં બાળકોને સંભાળનાર અને તેનું ધ્યાન રાખવા માટે કર્મચારીઓને રાહત […]

Top Stories India Trending
NAVJAT

નવી દિલ્લી

બાળકોની દેખભાળ કરવા માટે અત્યાર સુધી મહિલાઓને સ્પેશ્યલ લીવ CCL આપવામાં આવતી હતી. મોદી સરકારે વર્ષ પૂરું થાય તે પહેલા પુરુષોને ગીફ્ટ આપી છે.

જે પુરુષો એકલા પિતા તરીકે બાળકની સંભાળ કરતા હોય તેમને ૭૫૦ દિવસની રજાઓ મળશે.

૭માં પગાર આયોગમાં એકલા પિતાના રૂપમાં બાળકોને સંભાળનાર અને તેનું ધ્યાન રાખવા માટે કર્મચારીઓને રાહત આપવા વિશે કહેવામાં આવ્યું હતું.

આયોગ તરફથી એકલા પિતાને પણ ચાઈલ્ડ કેર માટે લીવ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે આ પ્રસ્તાવ પર નોટીફીકેશન જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે પહેલા આ રજાઓ માત્ર મહિલા કર્મચારીઓને જ મળતી હતી  પરંતુ હવે આ રજા પુરુષોને પણ મળશે.

નિયમ પ્રમાણે જે લોકો એકલા પિતા તરીકે બાળકની સંભાળ કરતા હોય તેમને ૭૫૦ દિવસની રજાઓ મળશે.