Latest Tech News/ શું હવે માણસ ક્યારેય ઘરડો નહીં થાય? ઈલોન મસ્કનો મોટો દાવો- “વૃદ્ધાવસ્થાને પાછી ઠેલવી શક્ય છે, પણ…”

શું વૃદ્ધાવસ્થાને રોકી શકાય? ઈલોન Musk માને છે કે હા. દાવોસમાં બોલતા મસ્કે કહ્યું કે માનવ શરીરના તમામ કોષો એકસાથે વૃદ્ધ થાય છે, જે સાબિત કરે છે કે તેને કંટ્રોલ કરતી કોઈ સિસ્ટમ છે જેને વિજ્ઞાન ઉકેલી શકે છે.

Trending Tech & Auto
Musk

Musk on Aging: ઈલોન મસ્ક (Elon Musk) હંમેશા તેમના ક્રાંતિકારી વિચારો માટે જાણીતા છે, પછી તે મંગળ પર વસવાટ હોય કે મગજમાં ચિપ બેસાડવાની વાત. હવે તેમણે માનવજીવનના સૌથી મોટા સત્ય એટલે કે ‘વૃદ્ધાવસ્થા’ (Aging) વિશે મોટો દાવો કર્યો છે.

દાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં BlackRock ના સીઈઓ લેરી ફિંક સાથેની ચર્ચામાં મસ્કે (Musk) કહ્યું હતું કે, “વૃદ્ધાવસ્થાને ધીમી કરવી કે રિવર્સ (પાછી ઠેલવી) કરવી એક દિવસ શક્ય બનશે. આ એક એવી સમસ્યા છે જેને વિજ્ઞાન ઉકેલી લેશે.”

Musk

શરીરની ‘આંતરિક ઘડિયાળ’નો તર્ક

મસ્ક (Musk) ના મતે વૃદ્ધ થવું એ કોઈ રહસ્યમય પ્રક્રિયા નથી.

મસ્કનું લોજિક: તેમણે એક રસપ્રદ ઉદાહરણ આપતા કહ્યું કે, “મેં ક્યારેય કોઈને એવો નથી જોયો જેનો ડાબો હાથ ઘરડો થઈ ગયો હોય અને જમણો હાથ યુવાન હોય.”

નિષ્કર્ષ: આનો અર્થ એ છે કે માનવ શરીરના ટ્રિલિયન કોષો (Cells) એકસાથે અને એકસરખી રીતે વૃદ્ધ થાય છે. આ પ્રક્રિયાને કંટ્રોલ કરતી કોઈક ‘આંતરિક ઘડિયાળ’ અથવા મિકેનિઝમ હોવી જોઈએ. જો વૈજ્ઞાનિકો આ મૂળ કારણને પકડી લે, તો ઘડપણને રોકવું ખૂબ સરળ થઈ જશે.

Musk

લાંબુ જીવન સમાજ માટે જોખમી?

એક તરફ મસ્ક (Musk) કહે છે કે આયુષ્ય વધારવું શક્ય છે, તો બીજી તરફ તેમણે ચેતવણી પણ આપી છે.

મૃત્યુ પણ જરૂરી છે: મસ્કે (Musk) કહ્યું કે અત્યંત લાંબુ જીવન જીવવું સમાજ માટે નકારાત્મક હોઈ શકે છે. “હું માનું છું કે મૃત્યુમાં પણ થોડો લાભ છે. જો લોકો સદીઓ સુધી જીવતા રહેશે, તો સમાજમાં પરિવર્તન (Change) આવતું બંધ થઈ જશે.”

કારણ: જૂના લોકો તેમના જૂના વિચારો સાથે જીવશે, જેના કારણે નવી પેઢીના નવા વિચારો અને પ્રગતિ રૂંધાઈ જશે. દુનિયા ગતિશીલ નહીં રહે.

Musk

Musk નો દાવો -ડિજિટલ અમરત્વ

શારીરિક અમરત્વ ઉપરાંત મસ્કે (Musk) ‘ડિજિટલ અમરત્વ’નો વિચાર પણ રજૂ કર્યો છે.

Grokipedia: મસ્ક (Musk) ના જણાવ્યા મુજબ, AI આધારિત પ્લેટફોર્મ પર લોકો પોતાની જીવનકથાઓ અને અનુભવો અપલોડ કરી શકશે. ભલે તમારું શરીર નાશ પામે, પણ તમારા વિચારો અને તમારી ‘સ્ટોરી’ ડિજિટલ સ્વરૂપે અવકાશમાં કાયમ માટે જીવંત રહેશે.

ઈલોન મસ્ક (Musk) ની વાતો સાયન્સ ફિક્શન જેવી લાગે છે, પણ જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તે જોતા કદાચ ભવિષ્યમાં મનુષ્ય ઘડપણને હરાવી દે તો નવાઈ નહીં. જોકે, અમરત્વ વરદાન બનશે કે શ્રાપ, તે તો સમય જ કહેશે.


આ પણ વાંચો:  હવે મેડિકલ રિપોર્ટ સમજવા ડોક્ટર પાસે જવાની જરૂર નથી? OpenAI લાવ્યું ‘ChatGPT Health, જાણો તે કામ કેવી રીતે કરશે

આ પણ વાંચો: શું ફિંગરપ્રિન્ટ્સ ખરેખર ‘યુનિક’ હોય છે? AI એ તોડ્યો વર્ષો જૂનો ભ્રમ: એક જ વ્યક્તિની અલગ અલગ આંગળીઓમાં પણ હોય છે સમાનતા!

આ પણ વાંચો:  હવે અરીસો કહેશે કે તમે બીમાર છો કે નહીં! 2026 માં લોન્ચ થયો ‘જાદુઈ મિરર’, માત્ર 30 સેકન્ડમાં ચહેરો જોઈને આપશે હેલ્થ કાર્ડ