Not Set/ ગુજરાતમાં ચુંટણી લડવા, અરવિંદ કેજરીવાલે લોકો પાસે ફેલાવ્યા હાથ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી, લડવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ પાર્ટી પાસે ફંડની તીવ્ર કમી છે, ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે દિવાળી પર પાર્ટીને ફંડ આપવા માટે સમર્થકોને અપીલ જરી છે. કેજરીવાલે પોતાના સમર્થકોને નામ ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહી છે. આ […]

Top Stories
maxresdefault 14 ગુજરાતમાં ચુંટણી લડવા, અરવિંદ કેજરીવાલે લોકો પાસે ફેલાવ્યા હાથ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી, લડવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ પાર્ટી પાસે ફંડની તીવ્ર કમી છે, ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે દિવાળી પર પાર્ટીને ફંડ આપવા માટે સમર્થકોને અપીલ જરી છે. કેજરીવાલે પોતાના સમર્થકોને નામ ખુલ્લો પત્ર લખીને જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહી છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહે તે માટે પાર્ટીને ફંડની જરૂર છે. પાર્ટીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શક્ય બને તેટલો ફંડ આપો.

કેજરીવાલે પત્રમાં ભાજપ અને કોંગ્રેસે પર પણ પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, એડીઆરની રીપોર્ટ મુજબ કોંગ્રસ અને ભાજપે કરોડો રૂપિયાનો ફંડ મળે છે. નવાઈની વાત એ છે કે આ જે ફંડ મળે છે તેમાંથી ૮૦% ના ફંડ સોર્સની માહિતી પણ હોતી નથી. અમારી સરકારે દિલ્હીમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખુબ જ કામ કર્યું છે.

પત્ર માં એક બનાવનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, થોડા દિવસ પેહલા ઓફીસ ઇન્ચાર્જ વિપુલે મને જણાવ્યું કે, સર થોડા પૈસાની જરૂર છે, બેનરો પ્રિન્ટ કરાવવા છે. ખેડૂતોના ન્યાય માટે સંમેલનનો આ કાર્યક્રમ હતો. ત્યાર બાદ તે તરત જ રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાને આ ફંડનીઓ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

કેજરીવાલે જણાવ્યું કે, કેટલાક લોકોને લાગે છે કે, જે પાર્ટી પાસે ૪ સાંસદ , ૮૬ ધારાસભ્ય અને ૫૨ કોર્પોરેટર પાર્ટીને ફંડની અછત હોઈ શકે નહી. પણ ઈમાનદારીથી કામ કરીએ છીએ, બેઈમાંનીનો  પૈસા ભેગો નથી કરતા.