Not Set/ ‘વિરુષ્કા’ નું મુંબઈમાં ‘વિરાટ’ રીસેપ્શન

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ મંગળવારે મુંબઈના રેગીસ હોટલમાં પોતાના લગ્નનું બીજુ ‘વિરાટ’ રીસેપ્શન સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈમાં યોજાયેલા ‘વિરાટ’ રીસેપ્શન સમારોહમાં ક્રિકેટ જગતથી લઇ બોલિવુડ જગતની હસ્તીઓ સામેલ થઇ હતી. આ રિસેપ્શનમાં બોલીવુડ જગતમાંથી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, માધુરી દિક્ષીત, રેખા, કંગના રાનાવત, શ્રીદેવી પતિ બોની કપૂર સાથે, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, રણબીર […]

Entertainment

મુંબઈ,

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ મંગળવારે મુંબઈના રેગીસ હોટલમાં પોતાના લગ્નનું બીજુ ‘વિરાટ’ રીસેપ્શન સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈમાં યોજાયેલા ‘વિરાટ’ રીસેપ્શન સમારોહમાં ક્રિકેટ જગતથી લઇ બોલિવુડ જગતની હસ્તીઓ સામેલ થઇ હતી.

આ રિસેપ્શનમાં બોલીવુડ જગતમાંથી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, માધુરી દિક્ષીત, રેખા, કંગના રાનાવત, શ્રીદેવી પતિ બોની કપૂર સાથે, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન હાજર રહ્યાં હતા તથા ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.

રિસેપ્શનમાં વિરાટ કોહલી ક્રીમ કલરના ટ્રાઉઝર સાથે નેવી બ્લૂ કોટમાં જોવા મળ્યો હતો જ્યારે અનુષ્કા સ્લીવલેસ ચોલી અને લહેંઘામાં જોવા મળી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં ક્રિકેટ જગતમાંથી સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, ધોની, રોહિત શર્મા, પૂર્વ ક્રિકેટર સંદીપ પાટિલ, પૂર્વ કોચ અનિલ કુંબલે, પાર્થિવ પટેલ, મુનાફ પટેલ, પ્રવીણ કુમાર, સબા કરીમ, મોહમ્મદ સિરાજ, હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ, આશિષ નેહરા, યુવરાજ સિંહ, પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી  અને જસપ્રિત બુમરાહ, જાડેજા સહિતના વર્તમાન ક્રિકેટ ટીમના તમામ ખેલાડી હાજર રહ્યાં હતા. જો કે આ રિસેપ્શનમાં હાર્દિક પંડ્યા તેના ભાઇ કૃણાલના લગ્ન હોવાથી તેમાં વ્યસ્ત હોવાને કારણે આવી શક્યો નહતો.