Not Set/ વડોદરામાં ડી-માર્ટના ટ્રાયલ રૂમમાં કપડા બદલતી યુવતીનો યુવકે ઉતાર્યો વીડિયો અને…

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતી ગત મોડી સાંજે મકરપુરા રોડ પર આવેલા ડી-માર્ટમાં તેની બહેનપણી સાથે કપડા ખરીદવા માટે ગઈ હતી.

Top Stories Gujarat Vadodara
ડી-માર્ટ
  • વડોદરાઃ મહિલાઓની આંખ ઉઘાડતો કિસ્સો
  • ટ્રાયલ રૂમમાં કપડા બદલતી મહિલાનો ઉતાર્યો વિડીયો
  • માંજલપુર ડી માર્ટમાં યુવકે ઉતાર્યો વિડીયો
  • યુવકની હરકતની જાણથતાં સિક્યુરિટીને કરી જાણ

તમે પણ ડી-માર્ટમાં જતાં હશો ઘરની ક્રોકરી,કરિયાણાથી માંડી કપડાં સુધીની ખરીદી માટે સગવડભર્યું સ્થાન ડી-માર્ટ બની ગયું છે.પરંતુ આ ડી-માર્ટ સ્ત્રીઓની સુરક્ષાને લઈને કેવી તકેદારી રાખે છે એ અંગે સવાલ ઊભા થાય છે. કારણ કે અત્યંત લોકપ્રિય બનેલા ડી-માર્ટની એક ઘટના સામે આવી છે. જે સ્ત્રોઑની સુરક્ષાને લઈને છે. જો કે યુવતીની સતર્કતાને કારણે એક મોટો અણબનાવ અટકી ગયો હતો.

મળતી માહિતી અનુયાર, વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતી ગત મોડી સાંજે મકરપુરા રોડ પર આવેલા ડી-માર્ટમાં તેની બહેનપણી સાથે કપડા ખરીદવા માટે ગઈ હતી. યુવતીએ એક ટીશર્ટ પસંદ કરતા તે ડી-માર્ટમાં લાઈનમાં આવેલા કોમન ટ્રાયલ રૂમ પૈકીના એક ટ્રાયલ રૂમમાં ગઈ હતી અને પસંદ કરેલી ટી શર્ટ પહેરીને જોતી હતી, જો કે ટી શર્ટ કાઢતી વખતે તેને ઉપર જોતાં ચોંકાવનારી જાણ થઈ હતી કે તેની બાજુના ટ્રાયલ રૂમમાંથી કોઈ વ્યકિતએ ટ્રાયલરૂમના પાર્ટીશનની ઉપર ખુલ્લી જગ્યામાંથી મોબાઈલમાં તેનું રેકોર્ડીંગ કરી રહ્યું છે. આ દ્રશ્યના પગલે યુવતી તુરંત ટીશર્ટ પહેરી નાખી બહાર આવીને બુમરાણ મચાવી હતી.

બનાવના પગલે સ્ટાફ અને અન્ય લોકો ભેગા થતાં તેઓએ યુવતીના ટ્રાયલ રૂમના બાજુની ટ્રાયલ રૂમમાંથી નીકળેલા મારેઠા ગામના ૧૯ વર્ષીય રણજીત જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. રણજીતે શરૂઆતમાં મોબાઈલમાં રેકોર્ડીંગ કર્યાનો ઈનકાર કરતા આખરે આ બનાવની માંજલપુર પોલીસને જાણ કરાઈ હતી. આ જાણકારીના પગલે શીટીમ મોલમાં દોડી આવી હતી અને રણજીતને પોલીસ મથકે લઈ ગઈ હતી. આ બનાવની યુવતીની ફરિયાદના પગલે પોલીસે રણજીત પરમાર સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેમજ તેનો મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલી આપ્યો હતો.

કેહવાય છે કે વિશ્વાસ પર જ દુનિયા ટકી રહી છે. તેમ છતાં આજે લોકો પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર આપણે જે વ્યક્તિઓ પર સૌથી વધારે વિશ્વાસ કરીએ છીએ એ જ વ્યક્તિ આપણો વિશ્વાસ સૌથી પહેલા વિશ્વાસઘાત કરે છે. આવું જ જગ્યાઓમાં પણ થાય છે.વિશ્વાસપાત્ર જગ્યાઓ પર પણ આવું જ થાય છે. આજના સમયમાં મોલ હોય કે પછી કોઈ પ્રતિષ્ઠિત શોપ ત્યાં ટ્રાયલ રૂમ ઉપલબ્ધ હોય છે. ઘણીવાર આવા જ મોલ્સ અને શોપ્સના ટ્રાયલ રૂમમાં છુપા કેમેરા પણ હોઈ શકે છે. આપણી આસપાસ આવા જ કિસ્સા બનતા રહે છે. ત્યારે સ્ત્રીઓએ વધુ સતર્ક રહેવાની જરૂર હોય છે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયાના યુગમાં પણ યથાવત છે પુસ્તક પ્રેમ

આ પણ વાંચો :રામનવમીના દિવસે થયેલી હિંસામાં કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી

આ પણ વાંચો :મારી માંગણીઓ પૂરી નહીં થાય તો.., દહેગામના પૂર્વ MLA કામિનીબા

આ પણ વાંચો : અમદાવાદ SGVP ગુરૂકુળના ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસ થયા