Not Set/ દૂધ બાદ છાસનાં ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

કાળઝાળ ઉનાળાની ગરમી સહન કરતી ગુજરાતની સામાન્ય પ્રજાને હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે તેવી હાલત છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનાં દિવસો શરૂ થઈ ગયા છે, તો ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ દૂધમાં બે રૂપિયાનો ભાવ વધારો કરનાર અમૂલે હવે છાસમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ દ્વારા છાસનાં ભાવમાં પ્રતિ […]

Gujarat
AABQSdo દૂધ બાદ છાસનાં ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો થયો વધારો

કાળઝાળ ઉનાળાની ગરમી સહન કરતી ગુજરાતની સામાન્ય પ્રજાને હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે તેવી હાલત છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનાં દિવસો શરૂ થઈ ગયા છે, તો ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ દૂધમાં બે રૂપિયાનો ભાવ વધારો કરનાર અમૂલે હવે છાસમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે.

અમૂલ દ્વારા છાસનાં ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અમૂલ છાસનો નવો ભાવ પ્રતિ લિટર 23 રૂપિયા થયો છે. આ ભાવ વધારો આજથી જ અમલમાં આવશે. ઉલ્લેખનિય અમૂલ દૂધનાં ભાવમાં 21મી મે નાં રોજ  લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. દૂધનાં ભાવ બાદ છાસનાં ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીનું બજેટ ખોરવાઇ ગયુ છે. છાસ મોંધી બનતા ગરીબોને છાસની મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી પૂરી થતા જ એક પછી એક વસ્તુનાં ભાવમાં વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.