international cricket council/ ICCનો મોટો નિર્ણય, આ પાંચ ટીમોને આપવામાં આવ્યો વન-ડેનો દરજ્જો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા ક્રિકેટને લઈને મહત્વના નિર્ણયો લીધા છે.  ICCએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરી દીધી છે.

Top Stories Sports
9 24 ICCનો મોટો નિર્ણય, આ પાંચ ટીમોને આપવામાં આવ્યો વન-ડેનો દરજ્જો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહિલા ક્રિકેટને લઈને મહત્વના નિર્ણયો લીધા છે.  ICCએ મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા આઠથી વધારીને દસ કરી દીધી છે. આ ચેમ્પિયનશિપની ત્રીજી સિઝન 1 જૂનથી શરૂ થનારી શ્રીલંકા-પાકિસ્તાન શ્રેણી સાથે શરૂ થવાની છે. આ બે નવી ટીમો બાંગ્લાદેશ અને આયર્લેન્ડ છે, જે ICC રેન્કિંગમાં નવમા અને દસમા ક્રમે છે. આ ચેમ્પિયનશિપ દ્વારા, ટીમો ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે ક્વોલિફાય થાય છે.

2022-25ની આ સીઝન દરમિયાન 10 ટીમો ત્રણ મેચની આઠ સીરીઝ રમશે. જેમાં ચાર સ્થાનિક અને ચાર વિદેશી શ્રેણીનો સમાવેશ થાય છે. વર્લ્ડ કપની યજમાની કરી રહેલા દેશો અને ટોચની પાંચ ટીમોને ક્રિકેટ વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. બાકીની ટીમોને ક્વોલિફાયર મેચો દ્વારા આમાં સામેલ કરવામાં આવશે.આઇસીસીએ સંશોધિત ક્રિકેટ વર્લ્ડ કપ લાયકાતના આધારે પાંચ એસોસિયેટેડ મહિલા ટીમો, નેધરલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ, થાઇલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સને ODI ક્રિકેટનો દરજ્જો આપ્યો છે. હવે આ ટીમોનું વનડેમાં પ્રદર્શન તેમની રેન્કિંગ નક્કી કરશે.

આ અંગે માહિતી આપતા ICCના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્યોફ એલાર્ડિસે કહ્યું, ‘આ નિર્ણયો ICC બોર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ગ્લોબલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી અનુસાર લેવામાં આવ્યા છે. ICC મહિલા ચેમ્પિયનશિપમાં ટીમોની સંખ્યા વધારવાથી અને 5 વધારાની ટીમોને ODIનો દરજ્જો આપવાથી અમને મહિલા ક્રિકેટના વિકાસમાં મદદ મળશે.