અમદાવાદ/ હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, AMCને અલ્ટીમેટમ

જરાત હાઇકોર્ટે AMC અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. અને જણાવ્યું છેકે, આ ત્રણેય મુદાઓથી પીડાતી જનતા મુદ્દે AMC અને સરકાર સ્ટેન્ડ ક્લિયર કરવો જોઇએ.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 11 5 હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, AMCને અલ્ટીમેટમ

Ahmedabad News: ગુજરાતમાં રખડતા ઢોર, રોડ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી રહી છે. જેના પર હવે આખરે ગુજરાત હાઇકોર્ટે AMC અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર અને રોડ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે, સતત હાઇકોર્ટમાં વારંવાર અરજીઓ આવે તે AMC ફેલ છે તે સ્વીકાર કરો.

એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટમાં કંટેમ્પ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર અને ખરાબ રસ્તા માટે હાઈકોર્ટે અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કાગળ પર જ કામ કરાયું છે, ગ્રાઉન્ટ પર કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી.

જ્યારે બીજી તરફ પોતાના બચાવમાં રાજ્ય સરકારે નવી કેટલીક પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી પણ જમીની હકીકત અલગ જ છે. 4 વર્ષ બાદ પણ જમીની હકીકત બદલાઈ નથી. જાહેર સ્થળો પર રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્ટને ઓથોરિટીનને ખખડાવવામાં નહીં, પરંતુ જાહેર હિતમાં રસ છે.

આ અંગે હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું. તેમજ આવતીકાલે સરકાર અને AMCને કોર્ટમાં જવાબ કરવા અંતિમ અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. અને તેના પર અંતિમ નિર્દેશ કોર્ટ દ્વારા કરવામાં આવશે.

હાઈકોર્ટે કહ્યું હતું કે, મણિનગર, નેહરુનગર, ઈસનપુરમાં રખડતા ઢોરની સ્થિતિ નિયંત્રણ બહાર છે. નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ જુઓ. સુનાવણી દરમિયાન નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અરજદાર સંતુષ્ટ ન હોય તો સૂચનો આપી શકે છે. તો હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી