Vistara Flights Cancellation/ વિસ્તારાની અસંખ્ય ફ્લાઈટ્સ રદ થવા પર DGCA એક્શનમાં

ગઈકાલે વિસ્તારા એરલાઇનની લગભગ 50 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લગભગ 160 વિમાનોએ મોડી ઉડાન ભરી હતી. આજે લગભગ 70 ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે. જો આમ થશે……..

Top Stories India
Beginners guide to 2024 04 02T162842.571 વિસ્તારાની અસંખ્ય ફ્લાઈટ્સ રદ થવા પર DGCA એક્શનમાં

New Delhi News: વિસ્તારા એરલાઈન્સની અસંખ્ય ફ્લાઈટ્સ રદ કરવા અને ફ્લાઈટમાં લાંબા વિલંબને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જનતાના આક્રોશને પગલે સરકાર એક્શનમાં આવી ગઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ફ્લાઈટ્સ રદ થવા અંગે નિવેદન આપ્યું છે.

DGCA દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ પાસેથી ફ્લાઇટ રદ અને વિલંબની માહિતી અને વિગતો માંગવામાં આવી છે. DGCA અધિકારીઓ પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.”

ગઈકાલે વિસ્તારા એરલાઇનની લગભગ 50 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. લગભગ 160 વિમાનોએ મોડી ઉડાન ભરી હતી. આજે લગભગ 70 ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે. જો આમ થશે તો વિસ્તારાના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સૂત્રો મુજબ, વિસ્તારા એરલાઇન્સ 300 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. એરલાઇન અસરગ્રસ્ત મુસાફરોના બેકલોગને દૂર કરવા માટે સ્થાનિક રૂટ પર મોટા ડ્રીમલાઇનર્સ અને એરબસ A321 ને તૈનાત કરવાની યોજના બનાવી રહી છે.

એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જર હેઠળ બંને કંપનીઓના ક્રૂને એક સરખા પગાર માળખા હેઠળ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે તેવું જાણવા મળ્યું છે. નવી સિસ્ટમ હેઠળ પ્રમાણે વિસ્તારાના પાઇલોટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર મળશે. ફ્લાઇટના વધારાના કલાકો માટે તેમને અલગથી પગારની ચૂકવણી કરવામાં આવશે.

અત્યારે વિસ્તારાના પાઇલોટ્સને એક ફ્લાઇટ દીઠ 70 કલાકનો પગાર ચૂકવવામાં આવે છે. નિષ્ણાતોના મતે, વિસ્તારા એરલાઈન્સના ઘણા પાઈલટ નવા પગાર માળખાથી નારાજ થઈ ગયા છે કારણ કે તેનાથી તેમનો પગાર ઘટશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાઘવ ચઢ્ઢા અંગે સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું, ‘અમારી સાથે ના હોત તો…’

આ પણ વાંચો:ભૂતપૂર્વ રાજવી પરિવારો દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે….

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ