જામનગર જીલ્લાનાં ધ્રોલ નજીક કાર અકસ્માતની ગમખ્વાર દુર્ધટના સામે આવી. અકસ્માતની આ ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની વિગતો સમગ્ર પંથકમાં કંપારો છોડાવી ગઇ. જી હા, જામનગર – રાજકોટ હોઇવે પર આવેલા ધ્રોલ નજીક કાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી માતમનું વાદળ છવાઇ ગયું. મરણજનારમાં એક જ પરિવારનાં પુરૂષ, મહિલા અને બાળકનું મોત થયુ છે. સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતો આ દુર્ભાગ્ય પૂર્ણ દુર્ધટના ઘટી હોવાની વિગતો પ્રાથમીક માહિતીમાં સામે આવી છે. અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્વારા બચાવનાં તમામ પ્રયાસો હાથધરવાની સાથે સાથે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
