Tech & Auto News : ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સબ-4 મીટર કોમ્પેક્ટ SUV ની (Best Boot Space SUVs)લોકપ્રિયતા સતત વધી રહી છે. સારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, આકર્ષક ડિઝાઇન અને દમદાર ફીચર્સ સાથે પરિવાર માટે સૌથી મહત્વની બાબત હોય તો તે છે ડિગી (Boot space). લાંબી સફર અને ફેમિલી ટ્રિપ વખતે સામગ્રી મૂકવા માટે કઈ કોમ્પેક્ટ કારમાં સૌથી વધુ જગ્યા મળે છે, તેનો વિગતવાર અહેવાલ અહીં રજૂ છે.
Best Boot Space SUVs : Skoda Kylaq,સેગમેન્ટમાં સૌથી વધુ બૂટ સ્પેસ
સ્કોડા કાઇલેક આ લિસ્ટમાં 446 લીટરના વિશાળ બૂટ સ્પેસ સાથે ટોચના સ્થાને આવે છે.1.૦ લીટર (૩-સિલિન્ડર) ટર્બો પેટ્રોલ એન્જિન (113 bhp / 178 Nm) છે તેની પ્રારંભિક કિંમત 7.59 લાખ (Ex-showroom) છે.
Kia Syros: પ્રીમિયમ ફિલિંગ અને મોટો બૂટ
કિયા સાયરોસ આ સેગમેન્ટમાં 390 લીટરની બૂટ ક્ષમતા સાથે એક પ્રીમિયમ વિકલ્પ તરીકે ઉભરી આવે છે.1.૦ લીટર ટર્બો પેટ્રોલ (118.3 bhp / 172 Nm) અને 1.5 લીટર ટર્બો ડીઝલ (114.4 bhp / 250 Nm) જેના પ્રારંભિક કિંમત 8.41 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.
Tata Nexon, Hyundai Venue & Mahindra XUV 3XO: અન્ય શ્રેષ્ઠ વિકલ્પો
ભારતીય ગ્રાહકોની પહેલી પસંદ બનેલી આ ત્રણેય SUV પણ બૂટ સ્પેસ અને પાવરના મામલે શાનદાર પ્રદર્શન આપે છે.382 લીટર બૂટ સ્પેસ ધરાવતી આ કાર 1.2L ટર્બો પેટ્રોલ અને 1.5 ડીઝલ એન્જિન વિકલ્પો (Manual, AMT, DCT) સાથે મળે છે. પ્રારંભિક કિંમત 9.39 લાખ.
Hyundai Venue
375 લીટર બૂટ સ્પેસ સાથે 1.2L પેટ્રોલ, 1.0L ટર્બો પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિન (Diesel engine)નો વિકલ્પ પૂરો પાડે છે. પ્રારંભિક કિંમત 7.99 લાખ.
Mahindra XUV 3XO
364 લીટર બૂટ સ્પેસ આપે છે. તેમાં..2L ટર્બો પેટ્રોલ અને 1.5L ટર્બો ડીઝલ એન્જિન (૩૦૦ Nm ટોર્ક) નો વિકલ્પ મળે છે. પ્રારંભિક કિંમત 779 લાખ.જો તમારી પહેલી પ્રાથમિકતા મોટો બૂટ સ્પેસ અને ફેમિલી કમ્ફર્ટ હોય તો સ્કોડા કાઇલેક, કિયા સાયરોસ અને ટાટા નેક્સોન ઉત્તમ પસંદગી બની શકે છે.
આ પણ વાંચો :રેડ કાર્પેટ પર ફોટો સેશન દરમિયાન વાગ્યું રાષ્ટ્રગાન, ભૂમિ પેડનેકરે પોઝ આપવાનું રોકી જીત્યા લાખો દિલ!
આ પણ વાંચો :ખિસ્સામાં કેશ નહોતી તો પાપારાઝીએ કરી રિતેશની મદદ; હવે એક્ટર ઉધાર ચૂકવવા શોધી રહ્યો છે તે દાનવીરને!
આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ
