Not Set/ ફોન પલળી ગયો હોય તો આ રીતે કરો ઠીક, જો…જો આવી ભૂલો ન કરતાં

આજકાલ સ્માર્ટફોનનું ચલણ વધી ગયું છે. મિડલ ક્લાસ યંગર જનરેશન હવે મિડ બજેટના ફોન વધારે યુઝ કરી રહી છે. આવા ફોન સાવ સસ્તા નથી હોતા. સારો સ્માર્ટફોન સહેજે 10 થી 15 હજારનો આવે છે. માની લો કે તમે નવો સ્માર્ટફોન લાવ્યા અને તે પાણીમાં પલળીને ભીનો થઇ ગયો તો શું થાય. તમારો ફોન ખરીદવાનો ઉત્સાહ […]

Tech & Auto

આજકાલ સ્માર્ટફોનનું ચલણ વધી ગયું છે. મિડલ ક્લાસ યંગર જનરેશન હવે મિડ બજેટના ફોન વધારે યુઝ કરી રહી છે. આવા ફોન સાવ સસ્તા નથી હોતા. સારો સ્માર્ટફોન સહેજે 10 થી 15 હજારનો આવે છે. માની લો કે તમે નવો સ્માર્ટફોન લાવ્યા અને તે પાણીમાં પલળીને ભીનો થઇ ગયો તો શું થાય. તમારો ફોન ખરીદવાનો ઉત્સાહ તાત્કાલિક ઓસરી જશે. જો કે આનો ઉપાય છે વોટરપ્રુફ ફોન પરંતુ આવા ફોન ઘણાં મોંઘા પડે છે. તો આવા સંજોગોમાં શું કરી શકાય. આવો કેટલીક ટ્રિક્સ જાણી લઇએ.

પાણીમાં પલળેલા ફોનના કાઢયા પછી તેને ઑન કરવાની કોશિશ ક્યારેય ન કરતા. ઘણાં લોકો ફોન પર કામ કરી રહ્યો છે કે નહીં તે ચકાસવા માટે તેને ઓન કરીને જુએ છે. જે ખોટુ છે. અમારી સલાહ રહેશે કે આવુ ક્યારેય ન કરશો.

આ ઉપરાંત, તે વખતે ફોનને ચાર્જ કરવાની કોશિશ પણ ન કરતા. ફોનને હેર ડ્રાયરથી સુકવશો નહીં. કારણ કે હેર ડ્રાયરમાંથી ઘણી ગરમ હવા નીકળે છે જે તમારા ફોનના પાર્ટ્સને ઘણું નુકસાન પહોંચાડે છે. નોર્મલ હવાના કારણે પાણી ફોનના એ હિસ્સામાં પહોંચી શકે છે જ્યાં તે નથી પહોંચ્યુ. આનાથી તમારા ફોનને વધુ નુકસાન પહોંચી શકે છે.

પાણીમાંથી ફોનને બહાર કાઢ્યા પછી તેને ઓફ કરી દો. ફોનમાંથી સિમકાર્ડ અને માઇક્રો એસડી કાર્ડ કાઢી લો. જો ફોનમાં રિમૂવેબલ બેટરી છે તો તેને રિમૂવ કરી દો. જો શક્ય હોય તો નોન-રિમૂવેબલ બેટરીવાળા ફોનને મોબાઇલ રિપેરિંગ શોપ પર લઇ જઇને તેની બેટરીને કઢાવી નાંખો.

કપડાની મદદથી ફોનમાં ઘુસેલા વધુમાં વધુ પાણીને સુકવી નાંખો. પછી ફોનને ચોખાની બોરીમાં અંદર સુધી નાંખીને છોડી દો. ફોનને સૂકવવા માટે આ રીતનો ઘણો યુઝ કરવામાં આવે છે. આને ચોખાની બોરીમાં ઓછામાં ઓછા 24 કલાક રહેવા દો. ત્યાર બાદ ચેક કરો કે તમારો ફોન ઓન થઇ રહ્યો છે કે નહીં.

જો ફોન સ્ટાર્ટ નથી થઇ રહ્યો તો કદાચ તેની બેટરી ખરાબ થઇ ગઇ હશે તેને કોઇ પ્રોફેશનલ મિકેનિક પાસે બતાવી લો. જો ફોન ઓન થાય તો ફોનમાંથી મ્યૂઝિક અને વીડિયો ચલાવીને ચેક કરી લો કે સ્પીકર્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. જો બધુ બરોબર ચાલી રહ્યું છે તો તમારો ફોન બિલકુલ ઠીક છે. આ ઉપરાંત, તમે માર્કેટમાં મળતા વૉટર રેસિસ્ટન્ટ કવરનો યુઝ પણ કરી શકો છો. આ કવર અમુક હદ સુધી પાણીમાં પલળેલા ફોનને સુરક્ષિત રાખે છે.