Entertainment News : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)83 વર્ષની ઉંમરે પણ અભિનય, રિયાલિટી શો અને સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ (Kalki 2898 AD)ના સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત બિગ બીએ સોશિયલ મીડિયા પર ફેન્સ સમક્ષ પોતાની એક ભૂલ સ્વીકારીને માફી માંગી છે, જેને લીધે તેમની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.
Amitabh Bachchan : પોસ્ટની નંબરિંગમાં ભૂલ થતાં ફેન્સ સમક્ષ માંગી માફી
અમિતાભ બચ્ચને ફેસબુક પર પોતાની પોસ્ટની ક્રમિક નંબરિંગ (Numbering) માં સતત થઈ રહેલી ગડબડ અંગે એક સ્પષ્ટતા કરી હતી.તેમણે લખ્યું કે, “FB 4756 – પહેલા X (ટ્વિટર) પર નંબરિંગ ખોટું થઈ રહ્યું હતું… અને હવે અહીં પણ એ જ ભૂલ થઈ રહી છે… આ ભૂલ બદલ માફી ચાહું છું.”આ પોસ્ટ આવતાં જ ફેન્સે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી. કેટલાકે તેમને દિલાસો આપતા કહ્યું કે “તમે તો નંબર વન જ રહેશો, ચિંતા ન કરો.” જ્યારે બીજી તરફ કેટલાક યુઝર્સે દેશના મહત્વના મુદ્દાઓ પર મૌન રહેવા બદલ તેમની ટીકા પણ કરી હતી.
આગામી પ્રોજેક્ટ્સ અને KBC ની સફર
અમિતાભ બચ્ચન હાલમાં પ્રભાત સ્ટારર ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ના સિક્વલમાં અશ્વત્થામા (Ashwatthama)ની ભૂમિકા માટે શૂટિંગ કરી રહ્યા છે. આ સાથે તેઓ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની 18 મી સીઝન પણ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી અંગે વાત કરતાં તેમણે ભાવુક થઈને જણાવ્યું હતું કે આ શો ગણતરીની મિનિટોમાં જ સામાન્ય લોકોના સપના સાકાર કરીને તેમની જિંદગી બદલી નાખે છે.
આ પણ વાંચો :‘વારાણસી’ 50 ભાષામાં થશે ડબ, ડબિંગ માટે લેવાશે 1500 થી વધુ કલાકારોના અવાજના સેમ્પલ!
આ પણ વાંચો :‘દ ટ્રેટર્સ 2’માં મલ્લિકા શેરાવતનો મોટો દાવો, ટોમ ક્રૂઝ મોકલે છે વીડિયો, કહ્યું- તેને મારા પર ક્રશ છે
આ પણ વાંચો :વિપુલ અમૃતલાલ શાહ અને અક્ષય કુમારની એલિયન એક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ
