uttrakhand/ ભોલેનાથનો આશ્રય લેવા બદ્રીનાથ અને કેદારનાથ ધામ પહોંચ્યા મુકેશ અંબાણી, જાણો કેટલું આપ્યું દાન

અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ ધામ પહોંચ્યા અને ભગવાન શિવના દર્શન કર્યા.

Top Stories India

Uttrakhand News : પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રવિવારે ભગવાન શિવના શરણમાં પહોંચ્યા હતા. અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ ધામ પહોંચ્યા અને ભગવાન શિવના દર્શન કર્યા. શ્રી બદ્રીનાથ – કેદારનાથ મંદિર સમિતિ BKTC ના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી રવિવારે (20 ઓક્ટોબર) સવારે શ્રી બદ્રીનાથ ધામની મુલાકાતે આવ્યા હતા. જે બાદ દર્શન માટે શ્રી કેદારનાથ ધામ પહોંચ્યા. અંબાણી સવારે 9:00 વાગ્યે હવાઈ માર્ગે બદ્રીનાથ પહોંચ્યા, ત્યારબાદ મંદિર સમિતિના સીઈઓ અને ઉપાધ્યક્ષે તેમનું સ્વાગત કર્યું. 9:30 વાગ્યે અંબાણીએ બદ્રીનારાયણના દર્શન કર્યા હતા અને વેદપાઠીઓએ અંબાણીની વિશેષ પૂજા કરી હતી.

ભગવાનના દર્શન કરવા માટે લોકો હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પણ પહોંચે છે. આ હેલિકોપ્ટરની ટિકિટોના બ્લેક માર્કેટિંગનો મામલો સામે આવ્યો છે. ટિકિટોના કથિત બ્લેક માર્કેટિંગને ડામવા માટે, પોલીસે શુક્રવારે ગુપ્તકાશી અને ફાટા વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવાઓ પૂરી પાડતી ઘણી કંપનીઓના હેલિપેડ પર દરોડા પાડીને બે લોકોની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગુપ્તકાશી અને ફાટા વિસ્તારમાં કાર્યરત બે હોટલ માલિકો વિરુદ્ધ ઈ-મેલ દ્વારા ફરિયાદો મળી હતી.

તેમણે કહ્યું કે જો કોઈ સંડોવણી જણાશે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક અક્ષય પ્રહલાદ કોંડેએ જણાવ્યું હતું કે ફરિયાદોને ધ્યાનમાં રાખીને શુક્રવારે અનેક હેલિપેડ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ત્યાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને બે શંકાસ્પદ હોટેલીયર્સને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુગલ મેપે રાત્રે કપલને બતાવ્યો એવો  રસ્તો, કાર 15 ફૂટ ઊંડા કૂવામાં જઈને  પડી, પછી…

આ પણ વાંચો:ગુગલ પર સૌથી વધુ સર્ચ થઈ રહ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ

આ પણ વાંચો:શુટરોને ભાગવાનો રોડ રૂટ ગુગલમેપ દ્વારા છબીલ પટેલને વિદેશ મોકલાયો