Ahmedabad News/ અમદાવાદના રસ્તાઓ છે જીવલેણઃ 2023માં 870નાં મોત

અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે 2023માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા છે. આમ અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. આ બતાવે છે કે અમદાવાદના વાહનચાલકો કેટલી બેફામ રીતે વાહન ચલાવે છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Breaking News

Gandhinagar News: અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે. છેલ્લા એક વર્ષમાં એટલે કે 2023માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા છે. આમ અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. આ બતાવે છે કે અમદાવાદના વાહનચાલકો કેટલી બેફામ રીતે વાહન ચલાવે છે.

અમદાવાદ શહેરમાં થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ 535ના મોત થયા છે તો જિલ્લાના બીજા ભાગમાં થયેલા અકસ્માતોમાં કુલ 335ના મોત થયા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (જીઆરએસએ)ના તાજેતરના આંકડા ઘણા ચિંતાજનક છે. તેમા મોરબી જિલ્લામાં દર લાખની વ્યક્તિએ 21.43 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તેના પછી ગાંધીનગરમાં દર લાખની વસ્તીએ 19.40 લોકોના મોત થયા છે. તાપીમા 19.21, ભરૂચમાં 18.83, વલસાડમાં 18.35ના મોત થયા છે. જ્યારે 2023માં રાજ્યમાં અકસ્માતથી થતાં મોતની દર લાખે સરેરાશ 13ની હતી.

જીઆરએસએના આંકડા મુજબ 3,268 અકસ્તોમાં ટુ-વ્હીલર સંડોવાયેલા હતા. આમાના 24 ટકા કાર અને 22 ટકા ટ્રક અકસ્માત સાથે સંલગ્ન હતા. રાજ્યમાં કુલ માર્ગ અકસ્માતોમાં થતાં મોતના 46 ટકા મોત તો દ્વિચક્રી વાહનચાલકોના થયા હતા.

આ ઉપરાંત રસ્તા પર ચાલનારા પણ સલામત થતાં નથી. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ 7,834 મોતમાં 1,757 મોત એટલે કે 22 ટકા મોત રસ્તે ચાલતા જનારાઓના હતા. આ કેસમાં મોતને ભેટેલાઓમાં 28 ટકાને કારે અને 18 ટકાને ટ્રકે ટક્કર મારી હતી.

જો કે 2024માં રાહતની વાત એ છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતોથી થતાં મોતમાં ઘટાડો થયો હોવાનું જીઆરએસએના આંકડા જણાવે છે. તેનું કારણ ચુસ્ત અમલ અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો છે. 2023ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં કુલ 4,235ના મોત થયા હતા તો 2024ના પ્રથમ છ મહિનામાં 3,899ના મોત થયા છે.

અમદાવાદ ઉપરાંત જોઈએ તે સુરત રૂરલમાં 494, સુરત શહેરમાં 309, બનાસકાંઠામાં 327, વડોદરા ગ્રામ્યમાં 315, વલસાડમાં 313, ભરૂચમાં 292, દાહોદમાં 274, ગાંધીનગરમાં 270ના મોત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: જાણો ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ…

આ પણ વાંચો: હવામાન વિભાગે આપી અત્યંત ભારે વરસાદની ચેતવણી

આ પણ વાંચો: કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો