Sabarkantha News/ માનવતા ફરી એકવાર શર્મશાર, માતા બાળકને બિનવારસી હાલતમાં તરછોડી પલાયન

સાબરકાંઠાના વડાલી તાલુકાના મેઘ ગામમાં નવજાત શિશુને જંગલ વિસ્તારમાં તરછોડ્યું (Abandoned). સ્થાનિકોની મદદથી બાળક બચ્યું, પોલીસ તપાસ શરૂ.

Trending Gujarat Others
Abandoned

Child Abandonment Case : સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મેઘ ગામની સીમમાં માનવતાને શરમાવે એવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જન્મ આપનારી જનેતાએ જ માતૃત્વના તમામ મૂલ્યોને લજવ્યા. માતાએ પોતાના તાજા જન્મેલા (Newborn)  બાળકને જંગલ વિસ્તારમાં બિનવારસી હાલતમાં તરછોડી (Abandoned)પલાયન કરી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સામાજિક લોકલાજ અથવા કોઈ પાપ છુપાવવાના ઈરાદે નિર્દયી માતાએ નવજાત શિશુને રસ્તા પાસે જંગલ વિસ્તારમાં મૂકી દીધુ હોવાની લોકચર્ચા છે. મેઘ ગામની સીમ નજીકથી પસાર થતા સ્થાનિકોની નજર જ્યારે રડતા હાલતમાં પડેલા બાળક પર પડી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ત્યજી (Abandoned) દેવાયેલા બાળકને જોઈ આસપાસના લોકો એકત્ર થયા અને ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં લીધા હતા.

Abandoned

ત્યજી (Abandoned) દીધેલ બાળક હાલ સંપૂર્ણપણે સ્વસ્થ

જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવીને તરત જ 108 ઈમરજન્સી સેવા અને વડાલી પોલીસને જાણ કરી હતી. 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને પ્રાથમિક સારવાર આપી વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા નવજાત શિશુની સઘન દેખભાળ રાખવામાં આવી રહી છે.

રાહતની વાત એ છે કે ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળક હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. બાળક બચી જતાં સ્થાનિક લોકો તેમજ હોસ્પિટલ સ્ટાફમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Abandoned

માતા-પિતાની શોધખોળમાં પોલીસ

વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકના માતા-પિતાની ઓળખ અને શોધખોળ માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે તેમજ CCTV ફૂટેજ અને અન્ય તકનીકી સાધનોના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નવજાત બાળકોને ત્યજી (Abandoned)દેવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. આવી ઘટનાઓ માતૃત્વ અને માનવતાના મૂળભૂત મૂલ્યો પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

આ ઘટનાએ ફરી એકવાર વિચાર કરવા મજબૂર કરી દીધું છે કે સામાજિક ભય કે કલંકના ડરથી એક નિર્દોષ જીવને મોતના મુખે ધકેલવું કેટલું અમાનવીય છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કતારગામમાં નવજાત બાળકીને ત્યજી દેવાઈ, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકી

આ પણ વાંચો:ગણદેવીમાં નવજાત બાળકી તરછોડાઈ, રખડતા શ્વાનોએ ફાડી ખાધી

આ પણ વાંચો:અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી