ગુજરાત/ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પોપડા પડવાની ઘટના સામે આવી છે. મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ છે તે ખૂબ જ જર્જરીત હાલતમાં છે અને અવારનવાર પોપડા પડવાની ઘટના સામે આવી છે.

Gujarat Surat
Untitled 47 10 સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર બેદરકાર, શૌચાલયમાં સ્લેબના પોપડા પડ્યા

@અમિત રૂપાપરા 

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત હાલતમાં છે ત્યારે G 0 નંબરના વોર્ડમાં પોપડા પડ્યાની ઘટના બની હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ દર્દીને ઈજા થવા પામી નથી. પરંતું પોપડા પડવાની ફરિયાદો અવારનવાર મળી હોવા છતાં કોઈ કામગીરી ન થતાં સિવિલના તંત્ર પર અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે સિવિલના RMOએ  જણાવ્યું હતું કે બિલ્ડિંગના તમામ વોર્ડને અન્ય જગ્યા પર ખચડવામાં આવશે અને જૂના બિલ્ડીંગનું ડિમોલેશન કરીને ત્યાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી પોપડા પડવાની ઘટના સામે આવી છે. મહત્વની વાત છે કે નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડીંગ છે તે ખૂબ જ જર્જરીત હાલતમાં છે અને અવારનવાર પોપડા પડવાની ઘટના સામે આવી છે. ત્યારે g 0 નંબરના વર્ડમાં પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. આ વોર્ડમાં ડાયાલિસિસ સેન્ટર ચાલતું હોવાની માહિતી પણ સામે આવી છે. મહત્વની વાત છે કે પોપડા પડવાની ફરિયાદો અવારનવાર મળી હોવા છતાં પણ સિવિલનું તંત્ર જાણે ઊંઘતો હોય તેવું લાગેલું છે અને ડાયાલિસિસ સેન્ટરમાં જ પોપડા પડ્યા હોવાને લઈને સિવિલના તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

સદનસીબે કોઈ દર્દીને ઈજા થવા પામી નથી. તો હવે જ્યારે પોપડા પડવાની ઘટના સામે આવી છે ત્યારે ડાયાલિસિસ સેન્ટરને અન્ય જગ્યા પર ખસેડવામાં આવશે તેવું આરએમઓ કેતન નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં ચાલતા તમામ વોર્ડને અન્ય જગ્યા પર ખચડવામાં આવશે અને જૂના બિલ્ડીંગનું ડિમોલેશન કરીને ત્યાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે.

આ પણ વાંચો:યુપીનો માફિયા અતીક અહેમદ બન્યો કેદી નંબર 17052, જેલમાં મારશે ઝાડું, મળશે 25 રૂપિયા

આ પણ વાંચો:સુરતમાં 50 લાખના MD ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ, પતિ પણ છે જેલમાં બંધ

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે