બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર Baba Bageshwar ગુજરાતમાં શરુ થઇ ગયો છે. આયોજકો અને ભક્તોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી પહોચ્યા હતા અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં તેમનો કાર્યક્રમ યોજાયો હતો.
અમદાવાદ બાદ હવે આજે એટલે કે 26 મેંના રોજ બાબા બાગેશ્વરનો દરબાર સુરતમાં Baba Bageshwar યોજાવવાનો છે. સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બે દિવસનો દરબાર ભરાશે. એટલે કે 26 અને 27 મેના રોજ બે દિવસ આ કાર્યક્રમ સુરતમાં થશે. આ વાતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરતમાં આજથી બે દિવસ સુધી આ દરબાર યોજાવા જઈ રહ્યો છે. દરેક વસ્તુની પૂરતી સગવડ કરવામાં આવી છે, આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે અને આ બંદોબસ્તની વચ્ચે આ દરબાર યોજાવવા જઈ રહ્યો છે. બાબા ધીરેદ્ર શાસ્ત્રી અત્યારે સુરત પહોચી ગયા છે. અને દરબાર પહેલા Baba Bageshwar એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ સમગ્ર દરબાર નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાશે. મોટી સંખ્યામાં લોકો આ દરબારમાં હાજર રહેવાના છે.
આ વચ્ચે બાબા એ કહ્યું કે “મારું એક જ લક્ષ્ય છે.. સનાતન ધર્મ, હું હંમેશા સનાતન ધર્મની જ વાતો કરીશ. ભારત હિન્દૂ રાષ્ટ્ર તરીકે જાહેર થવું જોઈએ, હું કોઈ પણ પાર્ટીનો પક્ષકાર નથી. હું એક જ પાર્ટીમાં માનુ છુ જે છે હનુમાનજીની પાર્ટી અને આ સિવાય બીજી કોઈ જગ્યા એ હું સંકળાયેલો નથી. અને મારું એક જ લક્ષ્ય છે જે છે સનાતન ધર્મ.”
સુરત બાદ બાબા બાગેશ્વર અમદાવાદ પાછા ફરશે. અમદાવાદ આવ્યા બાદ Baba Bageshwar આગળનો દરબાર ગાંધીનગરના ઝુંડાલમાં ભરાવવાનો છે. 28 મેના રોજ ઝુંડાલના રાઘવ પાર્ટી પ્લોટમાં બાબા બાગેશ્વરનો દરબાર ભરાશે. ગાંધીનગરમાં દરબાર થશે, તેવું તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, તેનું પણ આયોજન થઈ ચુક્યું છે.
પાંચ મહાનગરોમાં કાર્યક્રમ
સ્વાભાવિક જ રાજ્યના પાંચ મહાનગરોમાં યોજાવા જઈ રહેલા આ કાર્યક્રમમાં Baba Bageshwar ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે. આયોજકો સાથે મળીને ભાજપ પણ દરબારમાં કોઈ કમી ન રહી જાય. લોકોની સુવિધામાં કોઈ ઉણપ ન રહે, તેવા આયોજનમાં છે. એવું પણ મનાઈ રહ્યું છે કે, સુરતના કાર્યક્રમમાં તો સી.આર. પાટીલ પણ હાજરી આપવાના છે. તો અન્ય શહેરોમાં પણ મોટા નેતાઓ બાબા બાગેશ્વરના દરબારમાં જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો : બાગેશ્વર બાબા/બાબા બાગેશ્વર આજે અમદાવાદમાં સવારે 11 વાગે અમદાવાદ આવી પહોંચશે દેવકીનંદન ઠાકુરજીની શિવ કથામાં હાજરી આપશે ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રે સુરત જવા રવાના થશે 26 થી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર સુરતમાં રાજકોટ,
આ પણ વાંચો : પટના/બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ફટકારાયો દંડ, વાંચો કોણે અને શા માટે કર્યો દંડ

