Not Set/ અમેરિકામાં ૧૬ વર્ષના એક છોકરાએ ભારતીય મૂળના વૃદ્ધની ગોળી મારીને કરી હત્યા

ન્યુજર્સી, અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર થતી હુમલાઓની ઘટના અવારનવાર બનતી હોય છે, ત્યારે રવિવારે વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકામાં ૧૬ વર્ષના સગીર છોકરાએ ભારતીય મૂળના ૬૧ વર્ષીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ સગીરવયના છોકરા દ્વારા ગોળી ત્યારે મારવામાં આવી જયારે તેઓ રાત્રે ૮ વાગ્યે તેઓ ન્યુજર્સી સ્થિત પોતાના ઘરેથી […]

Top Stories World Trending

ન્યુજર્સી,

અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર થતી હુમલાઓની ઘટના અવારનવાર બનતી હોય છે, ત્યારે રવિવારે વધુ એક ઘટના સામે આવી છે.

અમેરિકામાં ૧૬ વર્ષના સગીર છોકરાએ ભારતીય મૂળના ૬૧ વર્ષીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ સગીરવયના છોકરા દ્વારા ગોળી ત્યારે મારવામાં આવી જયારે તેઓ રાત્રે ૮ વાગ્યે તેઓ ન્યુજર્સી સ્થિત પોતાના ઘરેથી એટલાંટા સીટી તરફ રવાના થઇ રહ્યા હતા.

જો કે ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરતા આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, અમેરિકાના ન્યુજર્સી રાજ્યના વેંટનોર શહેરમાં સુનિલ એડલા નામના ભારતીય મૂળના વ્યક્તિની પોતાના ઘરની બહાર જ ગુરુવાર રાત્રે ગોળી મારીને હત્યા કરાઈ હતી.

૬૧ વર્ષીય સુનિલ એડલા તેલંગાણાના મેડક જિલ્લાના રહેવાસી હતા. તેઓ એક હોસ્પિટાલિટી ઉદ્યોગમાં નાઈટ એડિટર તરીકે કાર્યરત હતા.

તેઓ આ મહિને જ  ૨ મહિનાની લાંબી રજા લઈને પોતાની માતાનો ૯૫મો જન્મદિવસ મનાવવા અને પરિવાર સાથે ક્રિસમસ મનાવવા માટે ભારત આવવાના હતા.