Surat News/ વિદ્યાર્થીઓના સિનસપાટાનો વિવાદ: પોલીસે કાર્યવાહી કરીને લક્ઝરીયસ કારો ડીટેઇન કરી

સુરતમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ લક્ઝરીયસ કારો લઈને રેલી નીકાળીને સિનસપાટા નબીરાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. પોલીસે આ નબીરાઓની 12 થી વધુ લક્ઝરીયસ કારો ડીટેઇન કરી છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરત શહેરના પાલ, જહાંગીરપુરા અને ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અસામાન્ય ઘટના બની હતી. ફાઉન્ટન હેડ સ્કૂલના વિદ્યાર્થીઓનો એક મોટો કાફલો લક્ઝરીયસ કારમાં શહેરના રસ્તાઓ પર નીકળ્યો હતો. આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બેફામ ડ્રાઇવિંગના કારણે શહેરના અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત પોલીસના રાકેશ બારોટ (DCP) એ જણાવ્યુ કે, આ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 12 જેટલી લક્ઝરીયસ કારને ડીટેઇન કરી હતી અને વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીઓ અમીર ઘરના સંતાનો હતા અને તેઓ શહેરના રસ્તાઓ પર સ્ટંટ અને રેસિંગ કરીને લોકોને ભયભીત કરી રહ્યા હતા.

આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઘણા વાલીઓએ પોલીસની કાર્યવાહીને આવકારી હતી અને આવા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. વાલીઓનું માનવું છે કે શાળા અને પરિવારે સંયુક્ત રીતે વિદ્યાર્થીઓને આવા જોખમી કૃત્યોથી દૂર રહેવાની સમજ આપવી જોઈએ.

પોલીસે હાલ પૂરતી કાર ડીટેઈનની કાર્યવાહી કરી છે અને વિદ્યાર્થીઓ કોણ કંઈ કાર ચલાવતા હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. તપાસના અંતે ગુન્હો નોંધવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી પોલીસ નરમ વલણ અપનાવી રહી છે, પરંતુ જો વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ગંભીર ગુનો કરવામાં આવ્યો હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની છે અને લોકો વિદ્યાર્થીઓના આવા વર્તન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના આવા બેજવાબદાર વર્તનને વખોડી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક સમસ્યા અને વિદ્યાર્થીઓના બેફામ ડ્રાઇવિંગનો મુદ્દો પ્રકાશમાં લાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 30 લકઝરી કાર સાથે નબીરાઓના સિનસપાટા, હાથમાં ફાયર ગન સાથે કાર ઉપર…

આ પણ વાંચો:માથાભારે ગણેશ વાઘની મોડી રાત્રે હત્યા! ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો

આ પણ વાંચો:અમદાવાદમાં ઘૃણાસ્પદ ઘટના, પિતાએ 10 વર્ષના બાળકની કરી ક્રૂર હત્યા