અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં વધામણા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને અધધ ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જોકે હાલ મોટેરામાં મહાભારત જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તરીકે 24 ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન અમેરિકાનાં રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનાં ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ કરવાના છે. જેમના આગમનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા મોટેરાની આસપાસનાં 10 કિલોમીટરનાં વિસ્તારોમાં રંગરોગાણ અને રોડ રસ્તા સહિત તમામ સુધારણાલક્ષી કામો ચાલી રહ્યા છે. પરંતુ મોટેરાનાં લોકો સરકારનાં આ કાર્યથી આંતરિક રીતે નારાજ દેખાઈ રહ્યા છે. જેના ઘણા કારણો છે. જેમા પ્રમુખ છે આ રોડ પહોળો કરવા સહિતનાં કામોમાં થઈ રહેલો અધધ ખર્ચ. ચોંકાવનારી વાત એ છે કે આ તમામ ખર્ચો કર્યા પછી પણ એક મહિના બાદ કોર્પોરેશન તમામ કપાતમાં આવતી જગ્યાને તોડી નાખશે.

મોટેરામાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બન્યું છે. જેની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ લેવાના છે. આ વાતની તો મોટેરાનાં સ્થાનિકોમાં ખુશી તો છે જ પરંતુ સરકારની દેખાડાની નીતિ સામે સ્થાનિકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. કરોડો રૂપિયાનું આંધણ તો મોટેરાનાં ડેવલપમેન્ટ માટે કરાયું છે. પરંતુ થોડા સમય માટે ઉભી કરેલી આ સુવિધા સામે લોકોને વાંધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
